અગાઉ ગાંધીનગર SMCએ મોરબીમાં ભેળસેળ કૌભાંડ ઝડપી લીધું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર જિલ્લામાં થતી ગેરકાયદેસર કોલસાના ખાણમાં હવે નવું અપડેટ આવ્યું હોય તે પ્રકારે ગેરકાયદેસર કોલસાના ખનન બાદ હવે કોલસામાં ભેળસેળ કરવાનું કૌભાંડ પણ સામે આવ્યું છે. જેમાં થાનગઢ પંથકના સોનગઢ ગામની સીમના ખારા વિસ્તારમાં ચાલતા ઓપન કટીંગ થકી કોલસાના ખનન બાદ આ ગેરકાયદેસર કોલસો મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે મોકલવામાં આવે છે જે ગેરકાયદેસર કોલસાને અહીં ઉભુ કરેલ કારખાનામાં પ્રોસેસ કર્યા બાદ તેમાં મુન્દ્રાથી આવતા પેટકોક કોલસામાં ભેળવામાં આવે છે. મુન્દ્રાથી આવતા 26 ટન ભરેલ પેટકોક કોલસાના વાહનમાંથી અડધો અડધ પેટકોક ઉતરી લેવામાં આવે છે અને તેના બદલે થાનગઢથી લાવવામાં આવેલ ગેરકાયદે કોલસો ભેળસેળ કરાય છે. આ કોલસાને ભેળસેળ કરવાનું કારણ માત્ર એટલું જ છે કે પેટકોક કોલસાનો ભાવ લગભગ બાર હજાર રૂપિયા પ્રતિ ટન છે જેની સામે થાનગઢના કોલસો માત્ર ત્રણ હજાર રૂપિયા પ્રતિ ટન મળી જાય છે એટલે કે 26 ટન ભરેલ વાહનમાંથી 13 ટન પેટકોક અંદાજે દોઢેક લાખનો ઉતારી તેની સામે થાનગઢનો ચાલીસ હજારનો નાખી ચોખ્ખો એક લાખ રૂપિયાનો વાહન દૂધ ફાયદો કરાય છે આ પ્રકારે દરરોજ લગભગ દશથી બાર ટ્રકોમાં ભેળસેળ કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારનું ભેળસેળ કૌભાડ વાંકાનેર ખાતે છેલ્લા એકાદ વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલે છે જે અંગેની જાણ આજદિન સુધી સ્થાનિક તંત્રને છે કે નહીં ?
- Advertisement -
હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી તરીકે જે અધિકારી છે તેઓની મુખ્ય ફરજનું સ્થળ મોરબી જિલ્લાના ભૂસ્તશાસ્ત્રીનું હોવાથી અને આ તમામ પ્રકારની માહિતીથી પોતે પણ વાકેફ હોવા છતાં આજદિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી આ સાથે મોરબી જિલ્લા એલ.સી.બી અને સ્થાનિક તંત્ર જો આ સમગ્ર સમગ્ર કૌભાંડથી અજાણ હોય અથવા તો અજાણ હોવાનું નાટક કરતી હોય તો તે દિવસ દૂર નથી જ્યારે રાજ્યની મુખ્ય બ્રાન્ચ અહીં દરોડો કરે અને વાંકાનેર ખાતે ચાલતા કોલસાના ભેળસેળના કારખાનામાં કોમ્યુટર, બોગસ ટ્રાન્સપોર્ટ બીલટી અને અહીંના મુહકી સીસીટીવી કેમેરા જાત કરી અહીં લેટર મારવા આવતા અધિકારીઓ કર્મચારીઓ અને થાનગઢના ખનિજ માફિયાઓના ચહેરા સામે આવે ! પરંતુ આ ઘટના પૂર્વે જો મોરબી જિલ્લાનું સ્થાનિક તંત્ર પોતાની કામગીરી તટસ્થતાથી નિભાવે તો પોતાની ગરિમાની સાથે સરકારી હોદ્દા પર પણ કાળો દાગ લાગ્યા બચાવી શકાય તેમ છે.
સરકારી કર્મચારીઓ અને ખનિજ માફિયાઓ વચ્ચે સાંઠગાંઠ
વાંકાનેર ખાતે ચાલતા પેટકોક કોલસાના ભેળસેળ કૌભાડ થતા આ કારખાનામાં સીસીટીવી ફૂટેજ, વેબ્રિજના કોમ્યુટર અને વજન કરેલ ટ્રેકની બોગસ બિલ્ટી હાથ આવે તો અનેક સરકારી કર્મચારીઓ અને ખનિજ માફીયાઓ વચ્ચેના ધરોબા સહિતનાઓની પોલ ખુલ્લી પડે તેમ છે.
- Advertisement -
દરરોજ દસથી બાર લાખ રૂપિયાની ભેળસેળ થતી હોવાની આશંકા
મુન્દ્રાથી આવતા 26 ટન ભરેલ પેટકોક કોલસામાંથી 13 ટન કોલસો અંદાજે 1.50 લાખ રૂપિયાનો ઉતારી તેમાં 40 હજાર રૂપિયાનો 13 ટન થાનગઢના કોલસો ભેળસેળ કરી એક ટ્રક દીઠ એક લાખ રૂપિયાનો ફાયદો કરાય છે આ પ્રકારે દરરોજ દશથી બાર ટ્રકમાં ભેળસેળ કરવામાં આવે છે જેનો સુધી મતલબ કે દરરોજ દશથી બાર લાખ રૂપિયા અને મહિને કરોડો રૂપિયાનું ભેળસેળ થતું હોવાની આશંકા સેવાઈ રહી છે.
GST વિભાગના દરોડા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં
વાંકાનેર ખાતે ચાલતા કોલસા ભેળસેળના કારખાનામાં બે મહિના અગાઉ જીએસટી વિભાગે દરોડો કર્યો હતો પરંતુ દરોડા બાદ આજદિન સુધી કોઈ કાર્યવાહી જાહેર થઈ શકી નથી. ત્યારે બે મહિના અગાઉ થયેલ દરોડામાં જીએસટી વિભાગે મોટો તગડો તોડ કર્યો હોવાની પણ ચર્ચા છે.



