દેશી દારૂ બનાવવાનો આથો તથા સામગ્રી સહિત 3150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
વઢવાણ સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તેવા સમયે ખારવા રોડ પર આવેલા નરેન્દ્ર સિંહ ઉર્ફે મુન્ના દીપસિંહ પરમારની વાડી ખાતે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોય જે અંગેની બાદમીને આધારે સ્થાનિક પોલીસની ટીમ દ્વારા દરોડો કરી દેશી દારૂ સાત લિટર કિંમત 1400 રૂપિયા, દેશી દારૂ બનાવવાનો આથો દશ લિટર કિંમત 250 રૂપિયા તથા દેશી દારૂ બનાવવાના સાધનો કિંમત 1500 એમ કુલ મળી 3150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્ના દીપસિંહ પરમાર (રહે: રામ દરબાર સોસાયટી, વઢવાણ) વાળાને ઝડપી લઇ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



 
                                 
                              
        

 
         
         
        