કોઈપણ સમયે રોડ પર આખલા યુદ્ધ જામી જાય છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
- Advertisement -
રાજ્યમાં રખડતા ઢોર બાબતે હાઇકોર્ટના વલણ પણ કડક રહ્યું છે ત્યારે વારંવાર રખડતા ઢોરનો લીધે અનેક લોકો ઈજા પામે છે અને કેટલાક તો મોતને પણ ભેટે છે તેવામાં ધ્રાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ ખુબ જ વધતો જઈ રહ્યો છે.
જેમાં અનેક વખત રખડતા ઢોરના યુદ્ધથી રાહદારીઓને પણ ઈજા પહોંચે છે. વારંવાર આ પ્રકારના બનાવો બનવા પામતા સ્થાનિક રાહદારીઓ હવે શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર નીકળવું જીવનું જોખમ સાબિત થઈ રહ્યું છે. જ્યારે રોડ રસ્તા પર પણ અનેક વખત રખડતા ઢોર ઊભા રહી જતા વાહન વ્યવસ્થા તો ખોરવાય છે સાથે જ રાહદારીઓને અહીથી પોતાનું વાહન લઇને નીકળવું ખુબજ ભયજનક લાગે છે. તેવામાં તંત્ર દ્વારા રખડતા ઢોરના ત્રાસ મામલે કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરે તેવી શહેરીજનોની ઉગ્ર લોકમાંગ ઉઠવા પામી છે.