ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ રેલવે સ્ટેશન પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી રાજકોટ પશ્ચિમ રેલવેની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આજે સવારે રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 પર આવેલી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસના પાછળના જનરલ ડબ્બામાંથી ઉતરતી વખતે પોલીસ કોન્સ્ટેબલે આરોપી અનિલ ડાભીની તપાસી લેતા તેના થેલામાંથી વિદેશી દારૂની 6 બોટલ તથા બીયરના 16 ટીન સહિત કુલ 18040નો મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો છે. મૂળ ગીર સોમનાથના તાલાળાનો રહેવાલી અનિલ ડાભી મહારાષ્ટ્રથી સૌરાષ્ટ્ર મેલમાં રાજકોટ આવ્યો હતો. ત્યાં રેલવે સ્ટેશન પર તેને ઝડપી લેવાયો હતો.
વિદેશી દારૂ તથા બીયરના ટીન સાથે શખ્સને ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
