અમદાવાદના DCP તરીકે કેટલાંક નવા ચહેરાઓ મૂકાશે, સુભાષ ત્રિવેદી-આર.બી.બ્રહ્મભટ્ટની જગ્યાઓ પણ ભરાશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.1
- Advertisement -
સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ફરીવાર બદલીઓનો દૌર શરૂ થયો છે. ખાસ કરીને ગુજરાતમાં હવે બદલીઓ અને પોસ્ટિંગની શરૂઆત થઈ ગઈ છે. 31 જુલાઈની રાત્રે રાજ્ય સરકારે 18 IAS અને 8 IPSની બદલી તથા પોસ્ટિંગના આદેશો કર્યા હતા.આ બદલીઓને પગલે હવે વધુ બદલીઓ આવે એવી શક્યતાઓ છે અને તેના માટે રાજકીય લોબિંગ પણ શરૂ થઈ ચૂક્યા છે.
ગુજરાતના મોટાભાગના IPS અધિકારીઓને હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મહત્વના પોસ્ટિંગ પર છે. જેમાં છઅઠ અને અન્ય મહત્વની એજન્સીમાં ગુજરાત કેડરના ઈંઙજ અધિકારીઓ હાલ ફરજ પર છે ત્યારે હવે ગુજરાતમાં પણ કેટલીક મહત્વની ખાલી પડેલી જગ્યાઓ પર બદલી અને પોસ્ટિંગ થવાના છે. તેમ માનીને ઘણા ઈંઙજ અધિકારીઓ લોબિંગ કરવાના પ્રયાસમાં લાગી ગયા છે. એટીએસના ડીઆઈજી કેન્દ્રમાં ગયા છે અને અમદાવાદના સેક્ટર-2નું પોસ્ટિંગ ઇન્ચાર્જમાં ચાલી રહ્યું છે. રાજકોટમાં ટીઆરપી મોલમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદના સેક્ટર-2 રહેલા બ્રિજેશ કુમાર ઝાને રાજકોટ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે, તેવા સમયે અમદાવાદની ખાલી જગ્યા ભરવામાં આવશે તેવું નક્કી છે.
માત્ર એટલું જ નહીં અમદાવાદ શહેરમાં કેટલાક ડીસીપીની બદલી પણ ચૂંટણી સમયે આવવાની હતી. પરંતુ કોઈ કારણસર તે અટકી ગઈ હતી અને હવે સરકાર એ દિશામાં વિચારણા કરી રહી હોવાની વાત પણ સામે આવી રહી છે. જેમાં નવા IPS અધિકારીઓને અમદાવાદ શહેરમાં મહત્વની પોસ્ટિંગ મળે તેવી શક્યતા છે. હવે સરકાર દ્વારા તાજેતરમાં કેટલાક અધિકારીઓને મહત્વની જગ્યાએથી ખસેડવામાં આવ્યા છે અથવા વર્ષોથી જે જગ્યા પર હતા તેમને સંબંધ પ્રમાણે પોસ્ટિંગ પણ મળી ગયું છે, ત્યારે હવે ગુજરાતમાં ઘણા સમયથી IPS અધિકારીઓની બદલીની વાત ચર્ચામાં હતી તે ફરી એક વખત શરૂ થઈ છે. લોકસભા ચૂંટણી 2024 સમયે આચારસંહિતાને કારણે ઈંઙજ અધિકારીઓની બદલી લટકેલી રહી હતી. હવે ફરી એક વખત મહત્વની જગ્યા પર બિરાજમાન થવા માટે અલગ અલગ અધિકારીઓ અલગ અલગ રસ્તે પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાંથી કેટલાક ડીસીપીને જિલ્લામાં અથવા નવા આઈપીએસ અધિકારીને અમદાવાદના ડીસીપી તરીકે પોસ્ટિંગ મળે તેવી વાત પૂરજોશમાં થઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનરની જગ્યા જે ઇન્ચાર્જમાં ચાલી રહી છે તેને પણ ભરવા માટે હવે પ્રયાસ થશે. બુધવારે જ્યારે બે સિનિયર ગુજરાતી અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટ અને સુભાષ ત્રિવેદી નિવૃત્ત થયા ત્યારે તેમની જગ્યા પર પણ હવે નિમણૂક થવાની તૈયારી છે. હાલ તેમની ખાલી પડેલી જગ્યા ચાર્જમાં છે અને આ તમામ ચાર્જમાં રહેલી જગ્યા ભરવા માટે ઘણા સમયથી કેટલાક સિનિયર અધિકારીઓ લોબિંગ કરતા હોવાની પણ ચર્ચા છે.
- Advertisement -
અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર ભાર્ગવને ADGP બનાવ્યા
રાજ્ય સરકારે 31 જુલાઈએ 8 ઈંઙજ અધિકારીઓની બદલી અને નિમણૂંકના ઓર્ડર કર્યા હતા. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા છે.
સુરતથી અમદાવાદ આવવા માટે કેટલાંક અધિકારીઓના પ્રયાસ
ગુજરાત પોલીસમાં સિનિયર ઈંઙજ અધિકારીઓ આગામી થોડા વર્ષોમાં નિવૃત્ત થનાર છે, ત્યારે આગામી ઘણા સમય સુધી સરકારની ગુડબૂકમાં હોય તેવા અધિકારીઓને મહત્વના પોસ્ટિંગ મળે તે માટે ખાસ અધિકારીઓને તારવવાની પ્રક્રિયા ગુપ્ત રાહે થઈ રહી છે. હવે આ ઈંઙજ અધિકારીની બદલી પર છેલ્લી મહોર લાગવાની રાહ છે અને બીજા અમુક શહેરમાં પણ કેટલીક જગ્યાઓ બદલાય તેવા એંધાણ સ્પષ્ટ થયા છે. જેમાં સુરતમાંથી અમદાવાદ આવવા માટે કેટલાક અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે સાઉથમાં પોસ્ટિંગ રહેલા સિનિયર આઇપીએસ અધિકારીઓ પણ ફરી મેઇનસ્ટ્રીમમાં આવીને પોતાનું વર્ચસ્વ જમાવવા તૈયારી કરી રહ્યા છે.