પોલીસ પ્રજાના મિત્ર કહેવતને સાર્થક કરતા P.I. કે.એન.ભૂકણ: ફૂલો વરસાવી વિદાય આપી
સામાન્યજન માટે સંવેદનશીલ અને ગુનેગારોના કાળ બની રહ્યા P.I. ભૂકણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કહેવત છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે આ ઉક્તિ ખરેખર રીતે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન.ભૂકણને બરાબર બંધ બેસે છે. તેઓની બદલી અમદાવાદ શહેરમાં થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફૂલો વરસાવી ભાવભરી વિદાય આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ કે.એન.ભૂકણને વિદાય આપતી વખતે ખૂબ જ ભાવુક થયો હતો. પોલીસ ઇન્સેપેક્ટર કે.એન. ભૂકણની કામગીરીની વાતો કરીએ તો કેટલાક કેસોમાં ફરિયાદ કે અરજી વગર જ સમાધાન કરાવ્યું છે. શહેરના બસ સ્ટેશનથી માંડી બજાર સહિતનો એરીયા એ ડિવિઝનમાં આવતો હોવાથી તેમના પર ખૂબજ મોટી જવાબદારી હતી પરંતુ તેને પણ સહજ રીતે નિભાવી હતી. એક પ્રજાના મિત્ર તરીકે નાનાથી માંડી દરેક નાગરિકની સમસ્યા સાંભળી નિરાકણ લાવવાનો પ્રયત્ન પીઆઇ ભૂકણે કર્યો છે. તેઓએ આજે ચાર્જ છોડતા પોલીસ સ્ટેશનના સ્ટાફે તેમના રસ્તા પર ફૂલોનો વરસાદ કર્યો હતો. પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ ક્ષણે ખૂબ જ ભાવુક થયા હતા. એ ડિવિઝન પોલિસ સ્ટેશન વિસ્તારમાં અનેક એરીયાઓ આવે છે જ્યાં ગુનાખોરી ડામવા અને ગુનેગારોની અક્કલ ઠેકાણે લાવવામાં પીઆઇ કે.એન.ભૂકણની કામગીરી ખરેખર બીરદાવવા લાયક છે. સામાન્ય રીતે પોલીસ અધિકારીની બદલી એક રૂટિન બાબત ગણાય છે. પોલિસ ઇન્સ્પેક્ટર તો આવે અને જાય પરંતુ, ઙ.ઈં.ભૂકણે પોતાનાં માનવતાવાદી અભિગમ થકી અનેરી સુવાસ ફેલાવી, તેમની કાર્યશૈલીએ પ્રજા, પોલીસ સ્ટાફ સહિત બધાંને પ્રભાવિત કર્યા. આ કારણસર જ તેમણે ચાર્જ છોડયો ત્યારે બધાં લોકો ભાવુક થઇ ગયાં હતાં.
P.I. ભૂકણ: માનવતાવાદી વલણ અને સખ્તાઇનો સંગમ
પી.આઇ.ભૂકણે એક તરફ સામાન્ય લોકો પ્રત્યે અત્યંત માનવતાવાદી અને સંવેદનશીલ અભિગમ અપનાવ્યો હતો તો બીજી તરફ ગુનેગારો અને અસામાજીક તત્વો પ્રત્યે અત્યંત સખ્ત વલણ અપનાવ્યું હતું. આવો સુભગ સંગમ ભાગ્યે જ કોઇ અધિકારીમાં જોવા મળતો હોય છે. તેમનાં આવા અભિગમને લીધે પોલિસ સ્ટાફ તથા સામાન્ય જનમાં તેઓ ખૂબ પ્રિય બન્યા તો ગુંડાઓ, અસામાજીક તત્વો, ગુનેગારોમાં તેમની જબરદસ્ત ધાક રહી. આમ, ઙ.ઈં. ભૂકણ એક આદર્શ અધિકારી પુરવાર થયા.