ગામડાંઓ સમૃદ્ધ થયા સાથે મોંઘવારી પણ ત્યાં પહોંચી !
શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં ખાદ્ય ખર્ચનો ગેપ એક દાયકામાં 14% ઘટયો
- Advertisement -
ગ્રામિણ ખર્ચમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાત સહિતના રાજયો મોખરે: પ.બંગાળ-ઓડિસા -બિહાર-યુપી સહિતના રાજયોમાં હજુ ‘ગરીબી’માં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
દેશમાં ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી વિસ્તારો વચ્ચે આવકની સુવિધા અંગે સતત તુલના થતી રહે છે પણ હવે વિકસીત ભારત ભણી આગળ વધવાની સાથે ગ્રામીણ ક્ષેત્રો પણ અનેક રીતે આવક અને સુવિધામાં તાલ મિલાવી રહ્યા છે. તેઓએ હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્ર વચ્ચે ખર્ચની અસમતુલા જે લાંબા સમયથી ચાલી રહી છે.
તેમાં બન્ને વચ્ચેનો ગેપ (તફાવત) ધરી રહ્યો હોવાના ‘સારા’ સંકેત છે. 2023-24ના આંકડા કહે છે કે હવે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં ખાસ કરીને ખાદ્ય ખર્ચનો તફાવત 2011-12માં જે 84% હતો તે 2023/24માં 70% થયો છે. કેન્દ્રના સ્ટેટેસ્ટીક અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય આ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો.
જો કે અર્થશાસ્ત્રીઓ કહે છે કે આ ગેપ જે ઘટયો છે તે ખાદ્ય ચીજોના જે ભાવ મળ્યા છે. તેની અસર પણ ગણી શકાય તેમ છે. જો આંકડા પર જઈએ તો ગ્રામીણ ક્ષેત્રમાં ફુડ-બાસ્કેટ (ખાદ્ય ચીજોનો વપરાશ) 2022/23માં 46.38% હતો જે 2023/24માં વધીને 47.04% થયો છે. જયારે શહેરી ક્ષેત્રમાં આ ખર્ચ જે 39.17% હતો તે 39.68% થયો છે. હાઉસ હોલ્ડ ક્ધઝમ્પશન એકસપેન્ડીચર સર્વેના આંકડા દર્શાવે છે કે ગ્રામીણ અને શહેરી ક્ષેત્ર વચ્ચે માસીક વપરાશ ખર્ચનો તફાવત 2011/12માં 83.9% હતો તે 2023/24માં 69.7% થયો છે. આમ ગ્રામીણ ક્ષેત્રમાં પણ હવે લોકોની ખાદ્ય- જીવન ધોરણ ખર્ચ વધી ગયો છે.
- Advertisement -
આ આંકડા દર્શાવે છે કે બન્ને ક્ષેત્ર વચ્ચેના વ્યક્તિગત ખર્ચમાં પણ વધારો થયો છે. 2011/12માં ગ્રામીણ ક્ષેત્રમાં પ્રતિબંધીત ખર્ચ રૂા.1430 જેવો હતો જે હવે 2023/24માં રૂા.4122 નોંધાયા છે. આમ ગ્રામીણ જીવન પણ મોંઘુ બની ગયુ છે જયારે શહેરી ક્ષેત્રમાં 2011/12માં આ ખર્ચ રૂા.2630 હતો જે 2023/24માં વધીને રૂા.6996 થઈ ગયો છે પણ બન્ને વચ્ચેની ખર્ચની ગતિમાં ગ્રામીણ ક્ષેત્ર લીડ કરી રહ્યું છે. જો કે બન્ને ક્ષેત્રોમાં નોન-ફુડ ખર્ચમાં ગ્રામીણ ક્ષેત્રમાં 52.96% અને શહેરી ક્ષેત્રમાં 60.32% રહ્યો છે.
આ ખર્ચને તબીબી ખર્ચ, કપડા, રોજીંદા વપરાશની ચીજો વિ.નો સમાવેશ થાય છે.
ઉંચા ખર્ચમાં પશ્ચિમ અને ઉતર ભારતના રાજયો અગ્રણી છે અને તેમાં રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછો ખર્ચ પશ્ર્ચીમ બંગાળ, ઓડિસા, બિહાર, આસામ, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉતીસગઢનો સમાવેશ થાય છે. જેની સામે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, તેલંગાણા, કેરાળા, કર્ણાટક, હરીયાણા, આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા શહેરી ખર્ચમાં ઓછો ખર્ચ થાય છે જયારે ગ્રામીણ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સરેરાશથી વધુ ખર્ચ થાય છે.