ચોટીલા પ્રાંત અધિકારીના મેગા દરોડા બાદ જમીન પર શરતભંગની કાર્યવાહી થશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે જેના સામે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા હાલમાં જ મેગા દરોડો કરી 247 જેટલી કોલસાની ગેરકાયદેસર ખાણો પરથી 3200 ટન જેટલો કોલસાનો જથ્થો અને અન્ય સાધનો સહિત કરોડો મુદામાલ જપ્ત કરાયો હતો. પ્રાંત અધિકારી દ્વારા કરેલ આ દરોડાની કામગીરી સતત ત્રણ દિવસ સુધી ચાલી હતી. જે બાદ હવે ભડુલા અને જામવાડી વિસ્તારમાં જે માલિકીની જમીનો પર કોલસાની ખાણો ચાલતી હતી તેવા જામવાડી વિસ્તારના 27 જમીન માલિકો અને ભડુલા વિસ્તારના પાંચ જમીન માલિકોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા જણાવ્યું હતું કે માલિકીની જમીન પર જે પ્રકારે ખનિજ માફીયાઓ ગેરકાયદેસર કોલસાની ખાણો ચલાવી રહ્યા છે તેમ સ્પષ્ટપણે શરત ભંગ થઈ હોવાનું નજરે દેખાય છે જેના લીધે આ શક્ય હસે તો જમીન ખાલસા કરવાની કામગીરી હાથ ધરાશે અને તે પહેલા દરેક માલિકીની જમીન પર ગેરકાયદેસર ખનન બાબતે દંડ અંગેનો બોજો નાખવામાં આવશે લગભગ જમીન દીઠ એકાદ કરોડની આસપાસ દંડની જોગવાઈ કરવામાં આવશે અને જો જમીન માલિકો આ દંડ ભરપાઈ નહીં કરે તો તેઓની જમીન સરકાર શ્રી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે ત્રણ દાયકાથી ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનનમાં અત્યાર સુધીનો સૌથી મોટો દરોડા સાથે આ પ્રકારની કાર્યવાહી પણ ઐતિહાસિક ગણાવી શકાય છે.
- Advertisement -
ભડુલા
(1) ખુશાલભાઈ મોટાભાઈ હરિજન – સર્વે નંબર 241/2
(2) દિનેશભાઇ હીરાભાઈ અલગોતર – સર્વે નંબર 241/3
(3) અરવિંદભાઈ પોપટભાઈ કુંભાર – સર્વે નંબર 244/3
(4) હરિભાઈ વામભાઈ શિયાળિયા – સર્વે નંબર 243 પૈકી 1
(5) રમેશભાઈ માલાભાઈ ભરવાડ – સર્વે નંબર 243 પૈકી 2
ક્યાં અને કેટલી ગેરકાયદે કોલસાની ખાણો ચાલતી હતી?
- Advertisement -
થાનગઢના જામવાડી અને ભડુલા વિસ્તારમાં ખેતી લાયક જમીનમાં વાવેતર કરવાને બદલે ગેરકાયદેસર કોલસાના કુઆ કર્યા હતા જેમાં જામવાડી વિસ્તારમાં 152 અને ભડુલા વિસ્તારમાં 19 કુઆ ચાલતા હતા આ તમામ જમીન માલિકો પર હવે કાયદાનો સકંજો કસાય તેવા એંધાણ નજરે પડે છે.
જામવાડી ખાતે ગેરકાયદે કોલસાના ખનનમાં જમીન માલિકોની યાદી
(1) અરજણ જગાભાઈ અલગોતર – સર્વે નંબર 84
(2) હીરાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર – સર્વે નંબર 84 પૈકી 1
(3) દેવકરણભાઇ રણછોડભાઈ અલગોતર – સર્વે નંબર 89
(4) સેલાભાઈ માંડણભાઈ ભરવાડ – સર્વે નંબર 99
(5) રણુભાઈ રામાભાઈ ભરવાડ – સર્વે નંબર 111
(6) હીરાભાઈ દેવાભાઈ ભરવાડ – સર્વે નંબર 119 તથા 120
(7) બાયાબેન કાળાભાઈ ભરવાડ – સર્વે નંબર 121
(8) જેતીબેન ખોડાભાઇ ભરવાડ – સર્વે નંબર 122
(9) ગાંડાભાઈ જોધાભાઈ અલગોતર – સર્વે નંબર 130
(10) કિશોરભાઇ ડાહ્યાભાઈ જાદવ – સર્વે નંબર 130 પૈકી 1
(11) મનુબેન આલાભાઈ/જીવણભાઈ મેઘાભાઈ અલગોતર – સર્વે નંબર 131
(12) સોમાભાઈ રવજીભાઈ કોળી – સર્વે નંબર 133 તથા 134
(13) સમજુબેન વરસિંગભાઈ કોળી – સર્વે નંબર 135
(14) જીવીબેન પોપટભાઈ ભરવાડ – સર્વે નંબર 136
(15) વાલીબેન મીઠાઇ ભરવાડ – સર્વે નંબર 146 તથા 147
(16) કેશુભાઈ પોપટભાઈ કોળી – સર્વે નંબર 168 પૈકી 1
(17) ખુશાલભાઈ પોપટભાઈ કોળી – સર્વે નંબર 168 પૈકી 2
(18) કરણભાઈ જલાભાઈ અલગોતર – સર્વે નંબર 170
(19) બાબુભાઈ દેવાભાઇ કોળી – સર્વે નંબર 171
(20) મીનાબેન ડુંગરભાઈ કોળી – સર્વે નંબર 175 તથા 177
(21)જમનાબેન મંગાભાઈ કોળી – સર્વે નંબર 179, 180 તથા 181