ખાસ-ખબર ન્યૂઝ મોરબી
એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ’સ્વચ્છતા અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે મોરબીના નવા બસ સ્ટેન્ડ (શનાળા રોડ) વિસ્તાર માં જ આ અભિયાનના લીરા ઉડી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
- Advertisement -
મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સમયાંતરે સફાઈ ડ્રાઈવ કરવામાં આવતી હોવાના દાવાઓ વચ્ચે, હાલમાં નવા બસ સ્ટેન્ડ નજીક સુપર માર્કેટ પાસે વિસ્તારમાં ગટરમાંથી ગંદો કચરો કાઢી રોડ પર રાખી ગંદકી ની સમસ્યા માથું ઊંચકી રહી છે.
ખરીદી કરવા આવેલ રાહત દારીઓને પ્રવેશતા અને બહાર નીકળતા હજારો મુસાફરોને આ કીચડ અને દુર્ગંધ મારતા માંથી પસાર થવા મજબૂર થવું પડે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, મહાનગરપાલિકા દ્વારા ગટરની યોગ્ય સફાઈ કરવામાં આવતી ન હોવાથી આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
એક તરફ મોરબીને આધુનિક બસપોર્ટની ભેટ મળી રહી છે, ત્યારે તેની આસપાસ જ ગંદકીના ગંજ જામતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.લોકોની તાત્કાલિક માગ છે કે, મહાનગરપાલિકા આ વિસ્તારની ગટરોની સફાઈ કરી કચરો રોડ પર ઠાલવ્યો છે તેનો નિકાલ કરે અને નિયમિત સ્વચ્છતા જાળવીને સરકારના ’સ્વચ્છતા અભિયાન’ ને સાર્થક કરે.



