ભેસાણના રફાળીયાની સીમમાં SMCનો દરોડો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
ભેસાણ પાસેના રફાળીયાની સીમમાં એસએમસીની ટીમે દરોડો 6 કલાકના ઓપરેશનમાં રૂૂપિયા 68.64 લાખનો 15593 બોટલ દારૂૂ, બીયર પકડી પાડી 6 વાહનો સહિત રૂૂપિયા 1.16 કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પરંતુ બૂટલેગરો ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ વી. એન. જાડેજા, એએસઆઇ બી. પી. ચાવડા સહિતનો સ્ટાફ ગુરુવારની રાત્રે જુનાગઢ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અમરેલી નો ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મનુભાઈ વાળા તથા તેમનો ભાગીદાર જેતપુરના અમરનગરનો જયેન્દ્ર જીલુભાઈ બસીયા વિદેશી દારૂૂનો જથ્થો મંગાવી ભેસાણ તાલુકાના રફાળીયા ગામની સીમમાં માણસો રાખી દારૂૂનું કટીંગ કરાવનાર છે એવી બાતમી પીઆઇ આર. કે. કરમટાને મળતા કાફલો રફાળીયાથી મારુતિ ધામ ગિરનાર આશ્રમ પાસે રસ્તા વાટે અઢી કિલોમીટર અંદર ખુલ્લા પટમાં ધસી ગયો હતો. સ્થળ પર જીજે 15 એટી 3410 નંબરનું બંધ બોડીનું ક્ધટેનર મળી આવતા ક્ધટેનરમાં પાછળના ભાગે બ્લુ તેમજ કાળા કલરના 200 લીટરના ખાલી બેરલો જોવામાં આવ્યા હતા અને બેરલની પાછળ ક્ધટેનરમાંથી રૂૂપિયા 68,64,900ની કિંમતના ઇંગ્લિશ દારૂૂ બિયરની 15593 બોટલ મળી આવી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી દારૂૂ, બિયર, ક્ધટેનર, ટ્રક, કાર, મોબાઈલ સહિત 6 વાહન મળી કુલ રૂૂપિયા 1,16,35,900નો મુદ્દામાલ કબ્જે કરી ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો વાળા, જયેન્દ્ર બસીયા તેમજ વાહનોના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
- Advertisement -
અમરેલીના બુટલેગર સામે 22 ગુના
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડાની કાર્યવાહી સાથે અમરેલીના રોકડિયાપરામાં રહેતો બુટલેગર ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મનુભાઈ વાળાના ગુનાહિત ઇતિહાસની તપાસ કરાવતા શખ્સ વિરુદ્ધ સને 2006 થી 2023 દરમિયાન અમરેલી સીટી, તાલુકા, ઉમરાળા, ખાંભા સહિતના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન, હત્યાના 2, હત્યાની કોશિશ, મારામારી સહિત 22 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું હતું.
બેરલની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો
- Advertisement -
બુટલેગરોએ ક્ધટેનરમાં બેરલની આડમાં ઇંગ્લિશ દારૂ, બિયરનો જથ્થો છુપાવ્યો હતો. ક્ધટેનરમાંથી બ્લુ તેમજ કાળા કલરના 200 લીટરની ક્ષમતાના રૂપિયા 66000ની કિંમતના 110 બેરલ મળી આવ્યા હતા.