ઊનામાંથી મસ મોટો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
ઊના સર્વેલન્સ ટીમને મળી સફળતા: રેઇડ દરમિયાન લિસ્ટેડ બુટલેગર રસિક ઝીણા સહિત પાંચ ફરાર: દમણથી ઊના સુધી દારૂનો જંગી જથ્થો આવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના ઊના નજીકથી મસ મોટો દારૂનો જથ્થો ઝડપી લેવામાં ઊના પોલીસ સર્વેલન્સને સફળતા મળી છે મળતી વિગત મુજબ ગત રાત્રીના સમયે ઊના ડી.સ્ટાફ પીએસઆઇ જાડેજા અને તેમની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઊના નજીક આવેલ એક ખાનગી ફાર્મ હાઉસ માં મસ મોટો દારૂનો જથ્થો ઉતરાની ને કટિંગ થવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જેમાં એક બુટલેગર ઝડપી લેવામાં સફળતા મળી હતી. ઊના નજીક એક ખાનગી ફાર્મ હાઉસ પાસેથી એક ટ્રકમાં જુદી જુદી બ્રાન્ડનો 336 પેટી વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય તે પેહલા રેઇડ દરમિયાન ઝડપાય ગયો હતો ઇંગલિશ દારૂની 336 પેટી ની કુલ કિંમત મુદામાલ સાથે 30.66 લાખનો દારૂ ઝડપવામાં પોલીસને મસ મોટી સફળતા મળી છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ આ વિદેશી દારૂનો જથ્થો દમણ થી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જંગી દારૂનો જથ્થો ગીર સોઊનાથ જિલ્લામાં કટિંગ થાય તે પેહલા પોલીસ ત્રાટકી હતી અને જેમાં એક બુટલેગર ઝડપાયો હતો અને લિસ્ટેડ બુટલેગર રસિક ઝીણા સહિત પાંચ લોકો ફરાર થઇ ગયા હતા જેમાં પોલીસ ચોપડે ફરાર કુખ્યાત બુટલેગર ભગા જાદવ એ દારૂ નો જથ્થો સપ્લાય કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે હાલ ઊના પીઆઇ એન.કે.ગોસ્વામી અને સર્વેલન્સ ટઊના પીએસઆઇ જાડેજા સહીતના પોલીસ કર્મી ફરાર થયેલ આરોપીને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.
- Advertisement -
દમણથી ઊના સુધી ઇંગ્લિશ દારૂ કેમ આવ્યો?
ઊના પાસે દીવ એક રમણીય પર્યટન સ્થળ છે ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે અનેક હોટલ અને લિકર શોપ આવેલા છે જયારે દીવ પ્રશાસને દીવમાંથી દારૂ લઇ જવા માટે કડક નિયમો બનાવી ચુસ્ત પણે અમલવારી કરતા હવે દીવમાંથી દારૂનો મસ મોટો જથ્થો બહાર કાઢવો મુશ્કેલ બન્યો છે ત્યારે હવે દારૂના બુટલેગરો દમણ તરફ થી દારૂના જથ્થા મંગાવી રહ્યા છે હાલતો ઊના પોલીસ ને સફળતા મળી છે.