11,269 દારૂ અને બીયરના જથ્થાનો પોલીસે નાશ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
મોરબી તાલુકાના મોરબી સીટી એ ડીવીઝન, બી ડીવીઝન અને મોરબી તાલુકા પોલીસ તેમજ ટંકારા પોલીસ મથકના 70 ગુનામાં પકડાયેલ 11,269 દારૂ અને બીયરના જથ્થા પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 1.29 કરોડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે
- Advertisement -
મોરબી જીલ્લાના મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા પોલીસ, ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં કબજે કરવામાં આવેલ વિદેશી દારૂ અને બીયરના જથ્થાનો નાશ કરવા કોર્ટમાંથી મંજુરી મેળવી કોટના હુકમ મુજબ મોરબી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ડીવાયએસપી મોરબી, સબ ઇન્સ્પેકટર નશાબંધી અને આબકારી વિભાગ રાજકોટ તેમજ પોલીસ મથકના થાણા અધિકારીઓની ઉપસ્થિતિમાં મોરબીના જાંબુડિયા ગામ નજીક રફાળેશ્વર પાનેલી રોડ પર વીડી વાળી ખરાબાની જમીનમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો
મોરબી એ ડીવીઝન પોલીસ મથકના 22 ગુનામાં કુલ બોટલ નંગ 8111 કીમત રૂ 97,79,295 સીટી બી ડીવીઝન પોલીસ મથકના 17 ગુનામાં બોટલ નંગ 596 કીમત રૂ 7,39,223 તાલુકા પોલીસ સ્ટેશનના 26 ગુનામાં બોટલ નંગ 2245 કીમત રૂ 15,69,008 અને ટંકારા પોલીસના 05 ગુનામાં 317 બોટલ કીમત રૂ 8,40,257 સહીત કુલ 70 ગુનામાં પકડાયેલ દારૂ અને બીયર ટીન મળી કુલ નંગ 11,269 કીમત રૂ 1,29,27,783 નો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો



 
                                 
                              
        

 
         
         
        