1.26 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બનાસકાંઠાના શખ્સની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એલસીબી ટીમે વાંકાનેર મોરબી હાઈવે ઉપર બનેલી નવી આરટીઓ કચેરી પાસેથી ચોરખાનામાં છુપાવીને વિદેશી દારૂનો જથ્થો લઈ જતી બોલેરો કારને ઝડપી પાડીને બનાસકાંઠા જીલ્લાના એક શખ્સને રૂપિયા 1.26 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડીને તાલુકા પોલીસના હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે વાંકાનેર મોરબી હાઇવે ઉપર નવી આરટીઓ કચેરી પાસેથી બાતમીને આધારે બોલેરો કારમાં ચોરખાનુ બનાવીને વિદેશી દારૂની હેરફેર કરતા બોલેરોચાલક દશરથભાઈ હરકનભાઈ રબારી (રહે. રામપુરા છોટા, તા. ધાનેરા, જી. બનાસકાંઠા) ને ઝડપી લીધો હતો. બોલેરો કારના ચોરખાનામાંથી એલસીબી ટીમે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 172 બોટલ (કિં. રૂ. 1,26,160) અને રૂપિયા 5 લાખની બોલેરો કાર કબ્જે કરીને મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો હતો
વાંકાનેર હાઈવે પર બોલેરોમાં ચોરખાનું બનાવીને થતી દારૂની હેરફેરી પકડાઇ
