ક્રાઇમ બ્રાંચે 7.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર શાસિત દિવથી દરિયાઇ માર્ગે અમરેલીના જાફરાબાદ જઇ રહેલા લાખોની કિંમતનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ગિર-સોમનાથ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો. ક્ાઇમ બ્રાંચે 7 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે 3 બુટલેગરોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
દિવમાંથી બોટમાં ભરી દરિયાઇ માર્ગે જાફરાબાદ ખાતે વિદેશી દારૂ મોટી માત્રામાં લઇ જવાતો હોવાની ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.કે.ઝાલા તથા પોલીસ સ્ટાફને મળેલી બાતમી આધારે દરિયામાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. ત્યારે નવા બંદરના દરિયામાં 3 નોટીકલ માઇલ જીરી નામની બોર્ટ નં.જી.જે.32 એમ.ઓ.7628 જિલ્લા ક્રાઇમ બ્રાંચ ટીમ દરિયામાં બુટલેગર પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને ભારે જહેમત બાદ બોટ અને પોલીસે રોકાવી તેની તલાસી લેતા બોટમાં રાખેલ વિદેશી દારૂની પેટી નંગ128 જેની કિંમત રૂા.4,62,300 તેમજ બીયરની પેટી નંગ.20 અને બોટ સહિત કુલ રૂા.7,61,700નો મુદ્દામાલ ઝડપી પાડી ઇસ્માઇલ અબ્દુલા પટેલીયા રહે.ધામળેજ, ભરત લાખા સોલંકી રહે.નવાબંદર તેમજ મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઇ રાઠોડ રહે.ખત્રીવાળાને ઝડપી પડયા હતા અને નવાબંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.