દારુ કૌભાંડમાં ઈડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 5મું સમન્સ પાઠવ્યું છે અને 2 ફેબ્રુઆરીએ હાજર રહેવાની તાકીદ કરી છે.
કથિત દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર સમન્સ પાઠવવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને પાંચમું સમન્સ મોકલ્યું છે. કેજરીવાલને 2 ફેબ્રુઆરીએ ઈડી હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, કેજરીવાલ પાસે આ વખતે તપાસ એજન્સી સમક્ષ હાજર થશે કે નહીં તે અંગે વિચારણા કરવા માટે માત્ર બે દિવસ બાકી છે.
- Advertisement -
કેજરીવાલે 4 સમન્સની અવગણના કરી
આ પહેલા દિલ્હીના સીએમે 4 સમન્સની અવગણના કરી છે. કેજરીવાલે દર વખતે ઇડીના સમન્સને ગેરકાયદેસર ગણાવીને તેની અવગણના કરતા રહ્યાં છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે. કેજરીવાલે ખુદ સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેમને પ્રચાર કરતા રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ખોટા કેસમાં તેમની ધરપકડ થઈ શકે છે.
ED issues fresh summons to Delhi Chief Minister and AAP national convener Arvind Kejriwal to join investigation on February 2 in its ongoing probe in Delhi Excise policy case: Sources
(File photo) pic.twitter.com/ShfQMOoPXp
- Advertisement -
— ANI (@ANI) January 31, 2024
આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓની ધરપકડ
કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા એક વર્ષથી તિહાડ જેલમાં બંધ છે, જ્યારે રાજ્યસભાના સાંસદ સંજય સિંહની પણ ગયા વર્ષે ઓક્ટોબરમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સિસોદિયા અને સિંહ પહેલા આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયરની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે સ્વાસ્થ્યના કારણોસર બે અઠવાડિયા માટે વચગાળાના જામીન પર બહાર છે.
દિલ્હી દારૂ કૌભાંડ શું છે?
નવેમ્બર 2021માં દિલ્હી સરકારે નવી આબકારી નીતિની શરૂઆત કરી હતી, તેના કરણે દિલ્હીમાં દારૂ સસ્તો થયો અને છૂટક વેપારીઓને પણ છૂટ મળી હતી. જોકે, ભાજપ દ્વારા દારૂ વેચવા માટેના લાયસન્સ આપવામાં ગોટાળો થયનો આક્ષેપ લગાવ્યો હતો અને તેના અનુસાર, પાર્ટીના મનપસંદ ડીલરોને લાભ મળ્યો. જુલાઈ 2022 સુધીમાં મામલો એટલો ગરમાયો કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની મંજૂરી આપી હતી. આ કેસની તપાસમા સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. બાદમાં આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી હતી.