વિમલ ચુડાસમાની DGP સમક્ષ વિડીયો સાથે રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક (ઉૠઙ)ને મળી ફરિયાદ રૂપી આવેદન આપી સોમનાથ-વેરાવળ વિસ્તારમાં ખુલ્લેઆમ રહેલા દારૂના વેપલા મુદ્દે ગંભીર રજૂઆત કરી છે.ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે તેઓએ અગાઉ પણ આ મુદ્દે જિલ્લાની પોલીસને લેખિત ફરિયાદ કરી હતી છતાં કોઈ ઠોસ પગલાં લેવાયા નથી.
- Advertisement -
વિમલ ચુડાસમાએ દાવો કર્યો કે, જિલ્લાના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે અને તેમનો મત છે કે, સ્થાનિક પોલીસનું આમાં નરમાશ ભરેલું વલણ છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે, આવા ખુલ્લેઆમ ગેરકાયદેસર ધંધાઓ મીઠી નજર હેઠળ થઈ રહયા હોવાની પૂરી શકયતા છે.આ મુદ્દે ફરી એકવાર દારૂની લેવડદેવડ થતી હોય એવો વિડીયો સાક્ષીરૂપે લઈને તેઓ ઉૠઙ સુધી પહોંચ્યા છે અને અધિકારીનું ધ્યાન દોરાવ્યું છે. પોલીસ વડાએ તેમને ખાતરી આપી ગેરકાયદેસર ધંધાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું છે.ધારાસભ્યે ભારપૂર્વક જણાવ્યું કે, ગેરકાયદેસર દારૂ વેચાણ સામે નિયમિત અને અસરકારક કાર્યવાહી ન થાય તો સમાજ અને ખાસ કરીને યુવાનો પર તેની ગંભીર અસર પડી શકે છે, તેથી હવે રાજ્યસ્તરે તાત્કાલિક પગલાં લેવાનીજરૂરિયાતછે.