ખાસ-ખબર સંવાદદાતા
હરિયાણાથી ઓટો પાર્ટ્સની આડમાં દારૂ ભરીને મોરબી આવતા ક્ધટેનરને મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી લીધું હતું અને 425 પેટી દારૂ સહિત કુલ રૂપિયા 34.47 લાખના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે માળીયા મિંયાણાના અણિયારી ટોલનાકા પાસે વોચ ગોઠવીને ત્યાંથી નીકળેલ અશોક લેલન ક્ધટેનરને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની 5100 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ તેમજ અશોક લેલન ગાડી નંબર એચઆર 55 વી 4227 જેની કિંમત રૂપિયા દસ લાખ, પાંચ હજારનો મોબાઈલ અને રોકડા 1910 રૂપિયા મળીને કુલ રૂપિયા 34,47,230 ના મુદ્દામાલ સાથે પોલીસે ત્રિલોક્સિંગ ઓમસિંગ રાવત રહે.
- Advertisement -
રાજવા છીપોલા ગામ રાજસ્થાનવાળાની ધરપકડ કરવાંમા આવી છે અને તેની પુછપરછ દરમિયાન પ્રેમસિંગ રહે. હરિયાણા વાળાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
એલસીબી ટીમના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બુટલેગરો દ્વારા અશોક લેલન ક્ધટેનરમાં ઓટો પાર્ટની ખોટી બિલ્ટી બનાવીને તેની આડમાં હરિયાણાથી મોરબી દારૂનો જથ્થો લઈ આવવામાં આવ્યો હતો. આ દારૂ મંગાવનાર તેમજ મોકલનાર સહિત આમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.