વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતનાર મેસ્સીએ FIFA 2022નો ‘ધ બેસ્ટ પ્લેયર’ નો એવોર્ડ જીત્યો છે અને વર્લ્ડ કપ વિજેતા ટીમના કોચ લિયોનેલ સ્કોલોનીને બેસ્ટ કોચનો એવોર્ડ મળ્યો.
ફૂટબોલની વાત આવે તો સૌથી પહેલા લોકોના મનમાં લિયોનેલ મેસ્સીનું નામ આવે છે. જણાવી દઈએ કે આર્જેન્ટિનાના કેપ્ટન અને વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર FIFA 2022નો ‘ધ બેસ્ટ પ્લેયર’ નો એવોર્ડ જીત્યો છે. તાજેતરમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં મેસ્સીએ આર્જેન્ટિનાને ખિતાબ અપાવ્યો હતો. વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતનાર મેસ્સીએ આ એવોર્ડ પોતાના નામે કર્યો. આ સિવાય વર્લ્ડ કપ વિજેતા ટીમના કોચ લિયોનેલ સ્કોલોનીને બેસ્ટ કોચનો એવોર્ડ મળ્યો હતો.
- Advertisement -
🏆 𝗠𝗘𝗦𝗦𝗜 🏆
#TheBest FIFA Men’s Player Award 2022 goes to Lionel Messi! 🇦🇷 pic.twitter.com/HXEugVH1t9
— FIFA World Cup (@FIFAWorldCup) February 27, 2023
- Advertisement -
આ મારા માટે મોટી વાત છે – મેસ્સી
જણાવી દઈએ કે આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર અને વર્લ્ડ કપ વિજેતા લિયોનેલ મેસ્સીને પુરૂષ વર્ગમાં ફિફાના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ મળ્યો છે. જ્યારે મહિલા વર્ગમાં સ્પેનની એલેક્સિયા પુટેલાસે આ સિદ્ધિ મેળવી હતી. પુટેલાસે વર્ષ 2022માં બેલોન ડી’ઓર જીત્યો હતો. પેરિસના સાલે ખાતે સમારોહ દરમિયાન મેસ્સીએ કહ્યું હતું કે આટલા લાંબા સંઘર્ષ પછી, મહેનત પછી અને આટલા પ્રયત્નો કર્યા પછી મારા સપનાને હું સાકાર કરી શક્યો છું અને એ મારા માટે મોટી વાત છે. નોંધનીય છે કે ફ્રાન્સના એમ્બાપ્પેને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા પણ મેસ્સીએ તેને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો.
On top of the world. 💫
@alexiaputellas has been crowned #TheBest FIFA Women’s Player 2022! pic.twitter.com/Wtcgg8SUmO
— FIFA Women's World Cup (@FIFAWWC) February 27, 2023
મેસ્સી બે વખત જીતી ચૂક્યો આ એવોર્ડ
જણાવી દઈએ કે 2016માં શરૂ થયેલો આ એવોર્ડને આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી બે વખત જીતી ચૂક્યો છે. આ સાથે જ મહત્વનું છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને રોબર્ટ લેવાન્ડોસ્કી આ એવોર્ડને બે-બે વખત જીતી ચૂક્યા છે. સાથે જ જણાવી દઈએ કે લુકા મેડ્રિક પણ એક વખત આ એવોર્ડ જીતી ચૂક્યો છે.
What a night 🤩
— FIFA World Cup (@FIFAWorldCup) February 27, 2023
મેસ્સી એ ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો
હાલ એવોર્ડ જીત્યા બાદ મેસ્સીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા એવોર્ડની તસવીરો શેર કરી ચાહકોનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિનાએ ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ફિફા વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી રોમાંચક ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું.