અભ્યારણ બહાર પણ સામ્રાજય વિસ્તારતા વનરાજા
અમરેલીના સાવરકુંડલા, લીલીયા રેન્જ સિંહો માટે નવું સરનામું
સમગ્ર એશિયામાં એકમાત્ર ગીર, સાસણ, સિંહ અભ્યારણમાં સમગ્ર દેશ ગૌરવ લઈ શકે તે રીતે સિંહોની વસ્તીમાં વધારો થયો છે અને હવે સતાવાર ગણતરીમાં આ ક્ષેત્રમાં વસતા સિંહોની સંખ્યા 700ને પાર થઈ ગઈ છે જે આ અભ્યારણમાં 6થી7%નો વસતિ વધારો દર્શાવે છે. જો કે હજુ સતાવાર રીતે સિંહોની વસ્તી ગણતરી હાલ થઈ નથી. ગત વર્ષે વસ્તી ગણતરી કોવિડના કારણે પડતી મુકાઈ હતી પણ જંગલ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ આ ક્ષેત્રમાં સિંહો સાથે નજીકનો નાતો ધરાવતા હોય છે અને તેમાં ફુલ મુન એટલે કે આકાશ સ્વચ્છ હોય તેવા સમયે મે-જૂન માસમાં પૂર્ણિમાનો રાત્રીના ‘પૂનમ અવલોકન’ના માધ્યમથી સિંહોની વસ્તી અંગે માહિતી મેળવવા પ્રયાસ કરે છે જેમાં જાણવા મળ્યું છે કે આ સુરક્ષિત અભ્યારણ અને તેની આસપાસના ક્ષેત્રોમાં 700થી વધુ ‘વનરાજ’ વસ્તી છે અને તે 730ની પણ હોઈ શકે છે અને હવે આગામી વર્ષે કોરોનાની સંપૂર્ણ વિદાય બાદ વસ્તી ગણતરી કરવામાં આવશે.
- Advertisement -

અને અગાઉ દર પાંચ વર્ષ સિંહોની વસ્તી ગણતરી થતી હતી તે હવે દર વર્ષે કરવાનું આયોજન છે. ખાસ કરીને સુરક્ષિત વાતાવરણ અને ભોજન સહિતની ઉપયોગીતાના કારણે સિંહ પરિવારોમાં વસતિ વધારો થઈ રહ્યો છે.


