ગાંધીગ્રામમાં સિંહ દેખાયા બાદ શહેરનાં પ્રવેશ ગેઇટ પર પણ સિંહ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં સોમવારની રાત્રિનાં એકસાથે ચાર સિંહો દેખાયા હતાં. એકસાથે ત્રણ પાઠડા સિંહો અને એક સિંહણ ચારેય મેઈન રોડ ઉપરથી પસાર થયા હતાં બાદ જંગલ તરફ જતા રહ્યા હતાં.ગતરાતે ચાર સિંહો શહેરમાં ઘુસી આવ્યા હતા. તેનો વિડીયો વાયરલ થયો હતો. ફરી સિંહો અહીં આવશે તેવી ધારણા છે, જેને લઈને સ્ટાફને સાવધ કરવામાં કરવામાં આવ્યો હતો. આ સિંહો 11 કેવીથી થઈને 66 કેવી અને ત્યાંથી ખાણ વિસ્તારમાં થઈને શહેરમાં આવી જાય છે. તેમજ ગાંધીગ્રામ વિસ્તારમાં દેખાયા બાદ આ ચાર સિંહો મંગળવારની રાત્રીના સમયે જૂનાગઢ શહેરનો પ્રવેશ એટલે કે ધરાનગર ગેઇટ પાસે જોવા મળ્યાં હતા. ખાસ કરીને ધરાનગર આસપાસ જંગલ વિસ્તાર આવેલું છે. આ જંગલમાંથી સિંહો રોડ ઉપર અને રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે.