હવે કોલેજો ફીમાં ઊઘાડી લૂંટ નહીં કરી શકે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારમાં ખાનગી શાળાઓ સામે ફી રેગ્યુલેશન કમિટી (ઋછઈ)ની રચના કરી ફી નિયમન માટે કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. જો કે, વારંવાર વિવાદોમાં રહેતી FRCની ચોક્કસ રીતે અમલવારી નિયમ મુજબ ન થવા છતાં હવે વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતમાં ખાનગી કોલેજો ઉપર ઋછઈ રચવા માટે જાહેરાત કરવામાં આવી છે. જો કે, મહત્વની વાત એ છે કે, દરેક ખાનગી કોલેજો બેફામ ફી ઉઘરાવી નથી રહી પરંતુ આમ છતાં FRC આવવાથી વિદ્યાર્થીઓને ફાયદો જરૂર થશે. પરંતુ દરેક કોર્સ માટે ઉઘાડી લૂંટ ચલાવતી ખાનગી યુનિવર્સીટીઓ ઉપર સરકાર કોઈ લગામ લગાવી શકતી નથી અને તેઓને ઉઘાડી લૂંટ ચલાવવા પ્રોત્સાહન આપવામાં આવતું હોય તેવું ચિત્ર વારંવાર ઉદભવી રહ્યું છે.
ગુજરાત સરકારના નવા સ્ટેચ્યુટ મૂજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 11 સરકારી વિશ્ર્વ વિદ્યાલયોમાં શાળાઓની માફક FRC એટલે કે, ફી નિયમન સમિતિની રચના કરવામાં આવશે. જેમાં એન્જિનિયરિંગ અને મેડિકલ સહિતના ટેકનિકલ સિવાયના નોન ટેકનિકલ કોર્સ જેવા કે બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ સહિતના કોર્સની ફી જે-તે યુનિવર્સિટી કક્ષાએ કુલપતિની અધ્યક્ષતાવાળી કમિટી કરશે. સામાન્ય રીતે શાળાઓ માટેની અને રાજ્ય કક્ષાએ ફી રેગ્યુલેશન માટે જે કમિટી રચવામાં આવી તેમાં નિવૃત્ત જજ ચેરમેન હોય છે. જ્યારે યુનિવર્સિટી કક્ષાએ ચાલતા કોર્સ માટે સૂચવવામાં આવેલી ઋછઈમાં જે-તે યુનિવર્સિટીના કુલપતિને ચેરમેન તરીકે રાખવાની જોગવાઈ કરાઈ છે.
આ 11 યુનિ.માં FRC લાગુ પડશે
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા
સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી,
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ
ક્રાંતિગુરુ શ્ર્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા