સોરઠ પંથકમાં પવનની તેજ ગતિ સાથે વરસાદી માહોલ
વાદળછાયું વાતાવરણ, તાપમાનમાં ઘટાડો, ભેજનું પ્રમાણ વધ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ શહેર સહીત સોરઠ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. અને વાદળછાયું વાતાવરણ સાથે પવનની ઝડપ વધતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. તેની સાથે ભેજનું પ્રમાણ ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે આજથી કમોસમી વરસાદના હળવા ઝાપટા અને પવનની તેજ ગતિની આગાહી કરતા આજે વેહલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફુંકાયો હતો અને છુટાછવાયા વરસાદના અમી છાંટણા પડ્યા હતા અને ગરમીમાં મહંદઅંશે રાહત અનુભવી હતી જોકે હજુ હવામાન વિભાગની આગાહીના પગલે બે દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે અને પવનની ગતિ પણ રહેશે તેમ જણાવ્યું છે. છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવતા અને વાદળછાયાં વાતાવરણ વચ્ચે 42 થી 43 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતા 36 ડિગ્રી જોવા મળ્યું છે અને ભેજનું પ્રમાણ 88 ટકા જોવા મળ્યું હતું અને પવનની ગતિ 11 કિમિની ઝડપે પવન ફુંકાતા ગરમીથી થોડી લોકોએ રાહત અનુભવી હતી જયારે કમોસમી આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં મીની આંધી સાથે વરસાદી કરા સાથે 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જેના કારણે આજે જૂનાગઢ શહેરમાં આજે વેહલી સવારે 4 વાગ્યા આસપાસ મીની આંધી જોવા મળી હતી અને ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના અમી છાંટણા જોવા મળ્યા હતા ત્યારે આજ સવારથી હજુ વાદળછાયું વાતાવરણ સાથે ભારે પવન ફુકાય રહ્યો છે. સોરઠ પંથક સહીત ગીર વિસ્તારમાં પવનની ગતિ વધતા અનેક આંબાના બગીચા માંથી કેરીઓ ખરી પાડવાના સમાચાર મળી રહ્યા છે. અને આંબાની બાગાયત ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જો કે, હજુ આ લખાય છે ત્યાં સુધી ગીર વિસ્તારમાં વરસાદ પડ્યાના સમાચાર નથી પણ વરસાદી માહોલ જોવા મળે છે. જેના લીધે કેસર કેરીને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અને ભર ઉનાળે અષાઢી માહોલ છવાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.જયારે છેલ્લા સાત દિવસમાં 7.3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. અને લોકો અકારી ગરમી વચ્ચે થોડી ઘણી રાહત અનુભવી રહ્યા છે.
- Advertisement -
ગિરનાર પર્વત પર 70 કિમિ ઝડપે પવન ફુંંકાતા 4 દિવસથી રોપ-વે બંધ
ગિરનાર પર્વત પર છેલ્લા 4 દિવસથી ભારે પવન ફુકાય રહ્યો છે. અને પવનની ગતિ પ્રતિ કલાક 60 થી 70 કિમિ ફુંકાતા આજે પણ રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આમ છેલ્લા ચાર દિવસથી ભારે પવનના કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈને ગિરનાર રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે. જયારે ગિરનાર પર્વત પર બે દિવસથી મીની આંધી જેવું વાતવરણ જોવા મળી રહ્યું છે. રોપ-વે બંધ રહેતા દૂર દૂરથી આવતા પ્રવાસીઓએ રોપ-વે સફર માણ્યા વગર પરત ફરી રહ્યા છે જયારે શશક્ત લોકો રોપ-વે બંધ હોવાના કારણે ફરિજયાત ગિરનાર સીડીના સહારે ગિરનાર યાત્રા કરી રહ્યા છે. જોકે હજુ બે દિવસ ભારે પવન અને વરસાદની આગાહી છે ત્યારે હજુ બે દિવસ રોપ-વે બંધ રહે તેવું જોવા મળી રહ્યું છે.



