સૂકાઈ ગયેલી નદીમાંથી માછલીઓને જળ પ્રવાહમાં છોડી મુકાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરમાં જીવદયા પ્રેમી દ્વારા 300થી વધુ માછલીઓનો જીવ બચાવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રા શહેરના મયુર નગર વિસ્તારમાં સૂકી પડી ગયેલી નદીમાં અનેક માછલીઓ જીવન અને મોત વચ્ચે સંઘર્ષ કરતી હતી જેની જાણ જીવદયા પ્રેમી જયેશભાઈ ઝાલાને થતા પોતાની ટીમ સાથે તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી ટ્રેક્ટરની માંગણી કરી હતી સાથે જ સ્થળ પરથી તમામ માછલીઓને એકત્ર કરી ફલકુ નદીના વહેતા પ્રવાહમાં છોડી મૂકી તમામ માછલીઓનો જીવ બચાવ્યો હતો.



