ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલ ડોળકી હનુમાન મંદિર સામે ગત તા. 31 મે 2016 ના રોજ આ જ ગામના નટુભાઈ વાલજીભાઈ રાઠોડ અને તેમના ભાઈ કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડ ગામમાં આવેલ જ્ઞાતિની મંડળીની 200 વીઘા જમીન પૈકીની 15 વિધા જમીનમાં વાવણી કરતા હોય ઘટનાના દિવસે નાગજી લક્ષમણ ખાંભલા નામના શખ્સે ફોન કરીને તું જે જમીનમાં વાવણી કરે છે તેમાં વાવણી કરતો નહીં, નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી બાદમાં ફરીયાદી નટુભાઈ, તેમના ભાઈ કિશોરભાઈ અને પરિવારના સભ્યો તેમની વાડી ગયા ગયા હતા અને તેમની જમીનના ઉપર ભાગે આવેલ ધીરુભાઈ ગોવિંદભાઈ પટેલની બોલેરો ગાડીનો ડ્રાઈવર નાગજી લક્ષમણ ખાંભલા અને વિનોદ ઉર્ફે વિનુ અમરશી રાતોજા અચાનક પુર ઝડપે બોલેરો ગાડી હંકારીને પરિવારજનો પર ચઢાવી દેવાના ઈરાદે ધસી આવ્યા હતા અને ફરીયાદીના ભાઈ કિશોરભાઈ પર ગાડી ચઢાવી દઈને હત્યા કરી નાખવામાં આવી હતી. નટુભાઈ રાઠોડે ધીરુભાઈ ગોવિંદભાઈ પટોળીયા, નાગજી લક્ષ્મણ ખાંભલા અને વિનોદ ઉર્ફે વિનુ અમરશી રાતોજા વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં ત્રણેય આરોપીની ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે બાદ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને પોલીસે કેસમાં ચાર્જસીટ ફાઈલ કર્યા બાદ મોરબી મેજીસ્ટ્રેટ વી. એ. બુદ્ધની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં ગુનેગાર ઠેરવી આજીવન કેદ અને રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો તો અન્ય એક આરોપી ધીરુભાઈ ગોવિંદભાઈ પાટોડિયાને નિર્દોષ છોડવા હુકમ કરવામાં
આવ્યો હતો.
ઘનશ્યામપુરના હત્યા કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા
