વેરાવળ, વડોદરા અને હિંમતનગરના ડોક્ટરોનો સમાવેશ: બેદરકારી દાખવવા બદલ મેડીકલ કાઉન્સીલ દ્વારા પગલા
ગુજરાત મેડીકલ કાઉન્સીલ દ્વારા રાજયના ચાર સ્પેશિયાલિસ્ટ તબીબોનાં બેદરકારી બદલ લાઈસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. આ ચારેય સ્પેશિયાલિસ્ટમાં વડોદરાના બે, હિંમતનગર અને વેરાવળ એક-એક તબીબનો સમાવેશ થાય છે.
- Advertisement -
ગુજરાત મેડીકલ કાઉન્સીલની તાજેતરમાં મળેલી બેઠકમાં વડોદરાના ગાયનેકોલોજીસ્ટ ડો. વલ્યેશ ઘેટિયા અને સીએચસી પોર, વડોદરાના પીડીયાટ્રીશિયન ડો. મનાલી ઘેટિયા વિરુદ્ધ ઈુસ્યોરન્સ કંપનીની ફરિયાદ મુજબ બન્ને પોતાની જ Dwenz Multispeciality Hospitalમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઈ બીજા ડોકટરની ખોટી સહી કરીને ઈુસ્યોરન્સ કલેઈમ માટે મુકયો હતો.
આ બાબત સાબિત થતાં બન્નેના લાઈસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. આજ રીતે વેરાવળ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડો. પ્રવિણ વૈન્સની વિરુદ્ધમાં દર્દીની વિરુદ્ધ ખરાબ વર્તનની ફરિયાદમાં તેમને કાઉન્સીલ ખાતે ચાર વખત સુનાવણી માટે બોલાવવા છતાં તેઓ હાજર ન થતાં નિયમ પ્રમાણે જયાં સુધી સુનાવણી માટે હાજર ન થાય ત્યાં સુધી લાઈસન્સ સસ્પેન્ડ કરાયું છે.
આ ઉપરાંત હિંમતનગરની પૂજન ઓર્થોપેડીક હોસ્પિટલના ડૉક્ટર દ્વારા દર્દીના પગના ઓપરેશન બાદ ડિસ્ચાર્જ થયા બાદ પગમાં Gauze piece હોવાની ફરિયાદ અને આ વિડીયો એફ.એસ.એલ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા સાચો હોવાનો રિપોર્ટ આવતા ડો. પલ્લવ પટેલનું લાઈસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરાયું છે. આમ, ગુજરાત મેડીકલ કાઉન્સીલની ડો. નિતીન વોરાની અધ્યક્ષતામાં મળેલી સભામાં આ ચાર સ્પેશિયાલિસ્ટ તબીબોના લાઈસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો હતો.