ખાસ-ખબર સંવાદદાતા
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ લાયસન્સ વાળા હથિયારો જમા લેવામાં આવી રહ્યાં છે. અને પરિણામ જાહેર થયાના 7 દિવસ બાદ આ હથિયારો પરત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આ અંગેની મળતી વિગત મુજબ ગીર-સોમનાથ જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાક રક્ષણ તેમજ સ્વ રક્ષણ માટેના પરવાના હેઠળના હથિયારો જમા લેવા હૂકમ કરાયો છે. અને આ હથિયારો પોલીસ મથકમાં જમા લેવાશે. અને વિધાનસભાની તમામ ચૂંટણી પ્રક્રિયા બાદ એટલે કે 10 ડિસેમ્બર બાદ આ હથિયારો પરત કરાશે.જયારે ચૂંટણી ને અનુલક્ષી ને લઈને જૂનાગઢ, વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાં ફ્લેગ માર્ચ જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તેમને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાય છે. જે અનુસંધાને જૂનાગઢ, વિસાવદર બેઠકના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.