ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટના ગ્રંથાલય વિભાગ દ્વારા મહાત્મા ગાંધી જયંતી ઉજવણી નિમિત્તે તા. 01/10/2025ના રોજ પુસ્તક પ્રદર્શનનું આયોજન થયેલ હતું. જેમાં મહાત્મા ગાંધી પરના જીવનચરિત્ર, આત્મકથાઓ અને વિદ્વતાપૂર્ણ કાર્યો સહિત પુસ્તકોનો સમૃદ્ધ સંગ્રહ દર્શાવવામાં આવ્યો હતો. ગાંધી જયંતીના માનમાં આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અહિંસા, સત્ય અને આત્મનિર્ભરતાના તેમના સિદ્ધાંતો તેમજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના અપાર યોગદાનની સમજને વધુ ગાઢ બનાવવાનો હતો. જેનો વિદ્યાર્થીઓ, અધ્યાપક્ઓ તેમજ સ્ટાફના સભ્યોએ લાભ લીધો હતો. આ પુસ્તક પ્રદર્શન યોજવા માટે આચાર્ય ડો. પી. એન. રાવલના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલ હિનાબેન પરમાર તેમજ સમગ્ર કોલેજ સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.
Follow US
Find US on Social Medias