દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ દિલ્હી સરકારની નવી સોલાર પોલિસી પર પ્રતિબંધ લગાવી દીધો છે. મુખ્યમંત્રીએ કેટલાક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને નવી સોલારપોલિસીની જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે સોલાર પોલિસીથી દિલ્હીના વિજળી બિલ ઝીરો થઇ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે નવી સોલાર પોલિસી-2024 જાહેર કરી છે. આ પહેલા વર્ષ 2016માં સોલાર પોલિસી જાહેર કરવામાં આવી હતી. નવી પોલિસી અપનાવનાર રહેણાંક વિસ્તારના ગ્રાહકોનું વિજળી બિલ ઝીરો થઇ જશે અને તેમને 700થી 900 રૂપિયા સુધીની આવક થશે. ગ્રાહકોએ 4 વર્ષની અંદર સોલાર પેનલ લગાવવામાં આવેલા ખર્ચ પણ રિકવર થશે.
- Advertisement -
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2016માં જાહેર કરેલી સોલાર પોલિસી સમગ્ર દેશમાં સૌથી પ્રોગેસિવ પોલિસી હતી. સોલાર પોલિસી 2016ના હેઠળ દિલ્હીના લોકોને અત્યાર સુધી પોતાના ઘરની છત પર લગભગ 250 મેગાવોટ ક્ષમતાના લગાવ્યા છે. આ સિવાય, સોલાર પોલિસી 2016ના હેઠળ ડિસ્કોમના 1250 મેગાવોટ સોલાર પાવર બહારથી ખરીદ્યા છે. આ રીતે, સોલાર પોલિસી 2016ના હેઠળ દિલ્હીની અંદર અત્યાર સુધી લગભગ 1500 મેગાવોટ સોલાર પાવર સ્થાપિત થઇ છે.
તેણે પોલિસીની ખાસિયતો જણાવતાં કહ્યું કે, આ હેઠળ જે લોકો પોતાના ઘરની ઉપર પેનલ લગાવશે, તેનું વિજળીનું બિલ ઝીરો થશે. સોલાર પેનલ લગાવ્યા પછી ગ્રાહકોને 25 વર્ષ સુધી વિજળી ફ્રી મળશે. જે લોકો આ પોલિસીમાં રોકાણ કરીને સોલાર પેનલ ખરીદશે, તેના પૈસા 4 વર્ષમાં રિકવર થઇ જશે. કારણકે અમે આ પોલિસીના હેઠળ કેટલીક સબસિડી નક્કી કરી છે.