ખેલૈયાઓ સાથે ગાયક વૃંદ અને સાજીંદાઓની જુગલબંધીથી દર્શનીય માહોલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ (મવડી) દ્વારા બીજો રિંગ રોડ, પાટીદાર ચોકમાં આયોજિત નવરાત્રી રાસોત્સવમાં પાંચમા નોરતે ખેલૈયાઓ, ગાયકો અને વાદ્ય વૃંદ વચ્ચે થયેલી જુગલબંધીથી અનોખો માહોલ સર્જાયો હતો જે નિહાળી આમંત્રિત મહેમાનો અને અન્ય દર્શકોએ એક અનોખી અનુભૂતિ કરી હતી. નોંધનીય છે કે આ આયોજનમાં દરરોજ વંદે માતરમ્ ગાન સાથે જ રાસોત્સવનું સમાપન કરવામાં આવે છે ત્યારે ગ્રુપના આયોજકો સહિત તમામ કાર્યકરો ભારે આધાર અને અદબથી કતારબંધ ઊભા રહી રાષ્ટ્રધ્વજને સન્માન આપે છે.
- Advertisement -
પાંચમા નોરતે આ રાસોત્સવમાં ઘનશ્યામભાઈ હેરભા (ચેરમેન પી. ડી. એમ કોલેજ), શૈલેષભાઈ ડાંગર (કોર્પોરેટર પ્રતિનિધિ વોર્ડ નં.13), સાગર ખાત્રાણી (આર.ટી.ઓ. રાજકોટ), સંજયભાઈ ગજેરા (મહિલા અને બાળ વિભાગ રાજકોટ), હિતેશભાઈ પાદરીયા સમાજ કલ્યાણ વિભાગ રાજકોટ, લાખાભાઇ સાગઠીયા પૂર્વ ધારાસભ્ય, પ્રિતેશ ભૂવા ઉ.પ્રમુખ રાજકોટ શહેર કિસાન મોરચો, દિનેશભાઈ પરસાણા જિલ્લા ભાજપ અગ્રણી, હાર્દિકભાઈ જલુ ઉદ્દગમ સ્કૂલ, વિશાલ ભાઈ ઠાકર, બટુકભાઈ અવધ નમકીન, અશ્વિનભાઈ મોલિયા શહેર ભાજપ મહામંત્રી, મનુભાઈ વઘાસિયા શહેર ભાજપ અગ્રણી, નીતાબેન વઘાસિયા પૂર્વ કોર્પોરેટર, બીરજુભાઈ બારોટ (લોક ગાયક) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ આ જાજરમાન આયોજનને વખાણ્યું હતું અને આયોજકોને અભિનંદન આપ્યા હતા. પાંચમા નોરતે સિનિયર, જુનિયર તેમજ કીડ્ઝ કેટેગરીમાં પ્રિન્સ, પ્રિન્સેસ અને વેલ ડ્રેસ ના વિજેતાઓને 10થી લઈને 50 ગ્રામ ચાંદીની ગીની આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સિનિયર પ્રિન્સ કેટેગરીમાં રાજ શિંગાળા, ધ્રુવીક છાપાણી, અભી રાણપરિયા અને વેલડ્રેસમાં જય દોંગા, દેવ સોરઠીયા, જ્યારે સિનિયર પ્રિન્સેસ કેટેગરીમાં સજના સખારવા, ખુશી ચોવટિયા, રિતુ સીદપરા અને વેલ ડ્રેસ વિનર પરી રખોલિયા અને વિશ્વા બોઘરા તેમજ જુ. પ્રિન્સ પ્રીત પોકિયા, આરવ સોરઠીયા, આર્યન શેખલીયા, હેત તરપદા, દક્ષ ડોબરિયા તેમજ જુ. પ્રિન્સેસ કેટેગરીમાં ક્રિશા મેઘાણી,હેપ્પી સોરઠીયા, હેપ્પી સાવલિયા, વે.ડ્રે.માં વૈદેહી સાવલિયા અને હિતાર્થી સંખેલિયા ને 10થી લઇ 50 ગ્રામ સુધીની ચાંદીની ગીની ઇનામમાં આપવામાં આવી હતી.