ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ મારી માટી મારો દેશ અભિયાનમાં નાગરિકોને સહભાગી બનવા અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈમોદીની પ્રેરણાથી માતૃભૂમિ અને વિરોના બલિદાનનું ઋણ સ્વીકાર માટે તા. 9 થી 30 ઓગસ્ટ સુધી મારી માટી મારો દેશ અભિયાનનો આરંભ થયો છે. આ અભિયાનમાં વધુને વધુ નાગરિકો જોડાઈ એ માટે જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી એ લોકોને અપીલ કરી હતી. રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે,સદીઓથી આપણા દેશની પરંપરા ખૂબ જ ઉજળી રહી છે અને દુનિયાને નવી રાહ ચિંધી છે. ત્યારે વર્ષ 2047 સુધીમાં ભારત સુપર પાવર બને એ એ દિશામાં આગળ વધીએ. સાથે જ પ્રકૃતિના તત્વો નું જતન અને રક્ષણ કરવા સ્વસ્થ રહેવા અને સાથે દેશને સ્વસ્થ રાખવામાં પણ યોગદાન આપીએ એ માટે અનુરોધ કર્યો હતો.
2047 સુધી ભારત સુપરપાવર બને એ દિશામાં આગળ વધીએ: રાજભા ગઢવી
