-મેધા પંડ્યા ભટ્ટ
સેક્સવર્કરે કહી તેના અસંતોષની વાત
સેક્સવર્કરે કહી તેના અસંતોષની વાત
મોટાભાગના પુરુષો ઠંડા જ હોય છે, તેમને સેક્સ કરતા આવડતું નથી
મોટી ઉંમરના લોકોને સેક્સ કરવામાં નહીં, કરાવવામાં રસ હોય
પૂર્વીને મળી ત્યારે પહેલીવાર તો તેની વાતો સાંભળીને તે માનસિક રીતે બિમાર હોય તેવું લાગ્યું. તેની સાથે જ્યારે ડેટીંગ એપ પર વાતચિત થઇ, ત્યારે તેણે સ્પષ્ટ પણે મને કહ્યું હતું કે તે સેક્સવર્કર છે. મેં તેની સાથે જ્યારે ફોનમાં વાત કરી તો તેણે મને કહ્યું કે, તમે મારા સમયના અને મારી સાથે વાતચિતના પૈસા ચૂકવશો, તો જરૂર મળીશ. તેની વાત પણ વ્યાજબી હતી. દરેકનો સમય કિંમતી હોય છે અને પૂર્વી માટે પણ તેનો સમય કિંમતી હતો. અમે બંને બપોરના સમયે ભેગા થયા. તેણે મને પહેલા જ પ્રશ્ન કરી લીધો કે તમે શા માટે મારા અનુભવો જાણવા માંગો છો. મારી જેવી છોકરી પાસે સારા અનુભવો હોતા નથી. 35 વર્ષની ઉંમરની પૂર્વીએ તેના શરીરને સાચવ્યું હતું તેવું તેને જોઇને લાગ્યું. તેના પહેરવેશ અને વાતચિત પરથી તે સેક્સવર્કર હોય તેવું પહેલી નજરે તો ખબર જ ન પડે. તેના જવાબમાં મેં ડેટીંગ એપથી થતા નૂકશાન અને લોકોમાં તેના માટે અવેરનેસ આવે તેની મેં વાત કરી. તો તેણે કહ્યું અહીં બધા મફતીયા અને નકામા લોકો જ વધારે હોય છે. મેં તેને કહ્યું કે, તારા અનુભવો વિશે જણાવ. તેણે પોતાની વાત કહેવાનું શરૂ કર્યું.
હું છેલ્લા પાંચ વર્ષથી આ કામમાં જોડાઇ છું. ઘરની પરિસ્થિતીના લીધે કરવું પડે છે. ઘરમાં હું નોકરી કરવા જાઉં છું એવી જ ખબર છે. સવારે 11 વાગે નીકળું અને સાંજે સાત વાગે ઘરે પહોંચી જાઉં છું. મને મારી એક દોસ્તએ આ ડેટીંગ એપ વિશે કહ્યું હતું. એક વર્ષથી તેનો ઉપયોગ કરું છું. ડેટીંગ એપ દ્વારા અત્યાર સુધીમાં સાત બકરાઓને (પુરુષો) મળી. તેમાંથી ત્રણ જોડે સારો અનુભવ થયો નહોતો. જોકે આ એપ પર જેટલા સાથે સેક્સ કર્યું તે દરેક 45 વર્ષથી મોટી ઉંમરના લોકો જ હતા. યુવાની સમયના સારા ફોટા મૂકે અને છોકરીઓને મૂરખ બનાવે. મારી પ્રોફાઇલ પણ ચાર જણાએ મને પસંદ કરીને મળવા બોલાવી હતી અને ત્રણ જણાને મેં પસંદ કર્યા હતા. કેટલાકના નંબર રાખ્યા છે અને તેમણે પણ મારા નંબર રાખ્યા છે. કોઇક વાર બોલાવે તો જાઉં છું. અમારે તો ક્લાઇન્ટ જ બનાવવાના હોય ને.
મારા પહેલા અનુભવની વાત કરું તો તે 47 વર્ષનો એક મધ્યમવર્ગીય પરિવારનો પુરુષ હતો. તેણે મને એસજી હાઇવે પરથી ગાડીમાં બેસાડી અને સાણંદ તરફના રસ્તેથી એસપી રીંગરોડ લઇ ગયો. તેને ફક્ત ગાડીમાં જ બ્લોજોબ કરાવવાની ઇચ્છા હતી. મેં તેને તેનો ચાર્જ કહીને પહેલા પૈસા આપવા કહ્યું. સ્પષ્ટ પણ કર્યું કે એક જ વખતનો આ ચાર્જ છે. બીજીવાર હોય તો અલગ આપવા પડશે. તેણે મારી વાત સ્વીકારી અને તે રીંગરોડ પર ગાડી ફેરવતો રહ્યો અને હું મારું કામ કરતી રહી. ખૂબ જ ખરાબ અનુભવ એ હતો કે તેના બોડીની ખૂબ ખરાબ દુર્ગંધ આવતી હતી અને જાણે કેટલાય સમયથી અધિરો હોય તેવું લાગતું હતું. તેની ગાડીનું સ્ટીઅરીંગ મને વાગતું હતું પણ તે મારું માથું પકડીને વધારે જોરથી હલાવવા લાગ્યો હતો. થાકીને હું ઊભી થઇ ગઇ અને તેની સાથે જ તે પણ ડિસ્ચાર્જ થઇ ગયો. ખરેખર કેટલો વિચિત્ર અનુભવ હતો. મેં તેને ફરી જ્યાંથી લીધી તે જગ્યાએ જ ઊતારી દેવાનું કહ્યું અને ઉતરીને તેને ચોખ્ખા રહેવાની સલાહ આપી હું જતી રહી. તે મારી વિશે જે વિચારતો હોય, મને શું ફરક પડે.
- Advertisement -
બીજો અનુભવ 55 વર્ષના એક પુરુષ સાથેનો હતો. તેમણે પોતાના પ્રોફાઇલમાં 35 વર્ષની ઉંમરનો ફોટો મૂક્યો હતો. મને લેવા આવ્યા ત્યારે તેમને જોઇને મેં પૂછ્યું તો તેમણે કહ્યું કે આ ઉંમરે મને કોણ પસંદ કરે. તે મને એક હોટલમાં લઇને ગયા. અમે રૂમમાં ગયા અને તે સીધા નહાવા જતા રહ્યા. તેમણે મને પણ બાથરૂમમાં બોલાવી. અનેક પ્રયત્નો કરવા છતાંય તે સેક્સ માટે તૈયાર થઇ જ ન શક્યા. વાતને ટાળવા તેમણે મને કહ્યું કે, મને શાવરમાં ફોરપ્લેની આદત છે અને તે પછી જ હું બેડ પર બેસ્ટ પરર્ફોમન્સ આપી શકું છું. હું તો વાતને સાચી માની લેવાનો ડોળ કરીને ટુવાલ વીટીને બહાર આવી. બેડ પર સૂઇ ગઇ. તે પણ મારી નજીક આવીને ફરીથી મારા શરીર સાથે અડપલા કરવા લાગ્યા. મેં પણ શરૂઆત કરી. બ્લોજોબ કરવાનું શરૂ કર્યું પણ તેનાથી તેના શરીરના અંગને કોઇ અસર જ નહોતી થતી. તે મને જૂદા જૂદા કારણો આપ્યા કરતા હતા અને હું સાંભળી રહી હતી. અડધો કલાકની બંને તરફની મહેનત બાદ તેમણે જોરથી મને પથારીમાં ચત્તી કરી દીધી અને પગ પહોળા કરીને પરાણે સેક્સ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમનો એક હાથ મારા બંને હાથોને ઉપરની તરફ પકડીને રાખ્યો હતો અને બીજા હાથથી તે પ્રયત્ન કરતા હતા. તેમના હાથના કડાએ મને બે વખત સાથળના ભાગ પર ઇજા કરી અને હું તેમને જોરથી ધક્કો મારી ઊભી થઇ ગઇ. મેં સાથળના ભાગ તરફ જોયું તો બે મોટા લીસોટા પડી ગયા હતા અને થોડું લોહી નીકળી રહ્યું હતું. હું તેના મોંઢા પર કહીને આવી ગઇ કે હવે પંપાળવાની ઉંમર છે. રમવાની નહીં. આટલું કહીને હું કપડાં પહેરીને પૈસા લીધા વિના રૂમની બહાર નીકળી ગઇ.
ત્રીજો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો, પણ હું મારી જાતને બચાવી શકી અને મને નવું શીખવા પણ મળ્યું. એક 40 વર્ષનો પુરુષ મને હોટલ રૂમમાં લઇ ગયો અને અમે બંનેએ સારી રીતે સેક્સ પણ કર્યું. તે સમયે મેં મારા કપડાં બાથરૂમમાં કાઢીને રાખ્યા હતા. પહેલીવાર સંબંધ બાંધ્યા પછી હું ફ્રેશ થવા બાથરૂમમાં ગઇ. ટુવાલ વીટીને બહાર આવી તો તેની સાથે તેનો બીજો મિત્ર પણ બેઠો હતો. તે બંનેએ સાથે સેક્સ કરવાની વાત કહી. મેં પૈસા વધારે કહ્યા. બંનેએ મને બંને વખતા પૈસા ચૂકવી દીધા અને હું ફરીથી પથારીમાં પહોંચી ગઇ. બંને સાથે થ્રીસમ કર્યા પછી હું ફરીથી મારું પર્સ લઇને બાથરૂમમાં ફ્રેશ થવા ગઇ. થોડીવાર રહીને કપડાં પહેરીને બહાર આવી. મને હતું કે હવે આજનું અહીં પૂરું થઇ ગયું છે. તે લોકોએ પણ મને એક જ વખત સેક્સ કરવાના પૈસા આપ્યા હતા. તેથી હું રેડી થઇને બહાર આવી. બહાર આવીને જોયું તો રૂમમાં ચાર પુરુષો હતા, દરેક જણ ડ્રીંક કરવાની તૈયારી કરી રહ્યા હતા અને તેમાંથી બે તો 60 કે 65 વર્ષની ઉંમરના લાગતા હતા. મેં તેમને સ્પષ્ટ ના પાડી કે હવે મારો સમય પૂરો થઇ ગયો છે. તો જે વ્યક્તિ સાથે હું આવી હતી તેણે મને પકડીને પથારીમાં ફેંકી. હું પરિસ્થીતી કળી ગઇ અને મેં દિમાગનો ઉપયોગ કરવાનું વિચાર્યું. મેં કહ્યું મને એડવાન્સ પૈસા આપો. તેમણે મને કહ્યું કે પછી આપશે. હું સમજી ગઇ કે હવે તે લોકોને મને મફતમાં ભોગવવામાં રસ છે. મેં તેમને ફ્રેશ થવા, કપડાં બદલવા માટે બાથરૂમમાં જાઉં છું તેમ કહ્યું. તેમને મારા પર કોઇ શંકા ન ગઇ. બાથરૂમ એ રૂમના બહાર નીકળવાના દરવાજા તરફ જ હતું. હું તે તરફ ગઇ અને ઝડપથી રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઇ. દોડવા લાગી અને ફટાફટ દાદર ઊતરીને રસ્તા પર પહોંચી ગઇ. રીક્ષામાં બેસી ગઇ. તે દિવસે ખબર પડી કે જીવ અને જીસ્મની કિંમત શું છે. મારા માટે જીવની કિંમત હતી અને લોકો માટે મારા જીસ્મની કિંમત હતી. હવે બહું ચેતીને ચાલુ છું, અને એપનો ઉપયોગ નહીવત્ જેવો જ કરું છું.
હું ભલે એવા પ્રોફેશનમાં છું કે જ્યાં મારી પ્રોફાઇલને સારી રીતે જોવાતી નથી. હું પણ એક સ્ત્રી અને જીવતું શરીર છું. મને ખબર જ છે કે લોકો ફક્તને ફક્ત મને ભોગવવા જ માંગે છે અને બદલામાં હું તેની કિંમત લઉં છું પણ તેનો અર્થ એ નથી કે હું મારા શરીરને લોકોને ચૂંથવા માટે આપી દઉં. હું મારા કુટુંબ અને મારી માટે વ્યવસ્થિત બે ટાઇમનું જમવાનું મળી રહે તે માટે આ કરું છું. સ્વમાનના ભોગે હું મારા શરીરને વેચી શકું પણ જાતને તો ન વેચી શકું ને….
- Advertisement -
પૂર્વીની એક વાત મને ખૂબ ગમી ગઇ કે સ્વમાન દરેક વ્યક્તિ માટે મહત્વનું હોવું જોઇએ. તે પછી પૂર્વી હોય કે મારા જેવી કોઇપણ સામાન્ય યુવતી કે સ્ત્રી હોય. તમારે તમારા સ્વમાનના ભોગે કોઇપણ રીતે તમારો ઉપયોગ ક્યારેય થવા દેવો જોઇએ નહીં.
સમજવા જેવું –
પૂર્વીની વાતો પરથી હું એટલું જ સમજી શકી છું, કે જો તે એક સેક્સવર્કર હોવા છતાંય તેને આવા ખરાબ અનુભવો થતા હોય તો સામાન્ય યુવતી ઓ કે સ્ત્રીઓને આ રીતે ડેટીંગ એપ પર મળતા યુવાનો કે બૂઢ્ઢાઓના કેવા કેવા અનુભવો થતાં હશે. આવી રીતે સામાન્ય ડેટ પર જવા માટે ઉપયોગ કરતી ડેટીંગ એપ દ્વારા કેટકેટલીય યુવતીઓ અને સ્ત્રીઓ ખરાબ માનસિકતા ધરાવતા પુરુષોનો ભોગ બનતી હશે. સમાજ અને કુટુંબની બીકે પોતાની ભૂલને ફક્ત મનમાં રાખીને જ જીવતી હશે. તેથી ચેતીને ચાલવું દરેક માટે જરૂરી છે.