શું દરેક વખતની છીંક અશુભ હોય છે? શું છીંકના કારણે દર વખતે કામ બગડી જ જાય છે? અમે તમને દરેક છીંકોનું મહત્ત્વ અને તેનાથી થતા લાભ-ગેરલાભ વિશે જણાવીશું.
ભારતની વૈદિક સંસ્કૃતિમાં કેટલીક બાબતોને શુભ-અશુભ સાથે જોડવામાં આવી છે. જેમાં છીંક પણ સામેલ છે. જો તમે કોઈ શુભ કામ કરવા જાઓ છો અથવા બહાર ફરવા જાઓ છો ત્યારે કોઈ છીંકે તો તેને અશુભ માનવામાં આવે છે. પરિવાર કે મિત્રોને છીંક આવે ત્યારે થોડી વાર રહીને પછી જવાનું કહેતા હોય છે. પરંતુ દરેક છીંક અશુભ નથી હોતી. કેટલીક છીંક એવી હોય છે જેનું કોઈ મહત્ત્વ નથી હોતું. અમે તમને કઈ છીંક અશુભ અને કઈ છીંક શુભ હોય છે તેની સટીક જાણકારી આપીશું. સાથે એ પણ જણાવીશું કે કોઈ એક ચોક્કસ સમયે આવેલી છીંક શું સૂચવે છે.
- Advertisement -
કઈ છીંક નક્કામી કે નિરર્થક ગણાય?
પ્રવાસ જતી વખતે કોઈ એક વ્યક્તિ છીંકે ત્યાર બાદ બીજો વ્યક્તિ પણ છીંકે તેવી છીંકનો કોઈ પ્રભાવ પડતો નથી. બાળકને કફને કારણે આવેલી કે કોઈ બીમારી હોવાને કારણે આવેલી છીંકથી કોઈ શુભ-અશુભ પ્રભાવ નથી પડતો.
આ છીંકને મનાય છે અશુભ
- Advertisement -
જો તમે બહાર જવાની તૈયારીમાં જ છો અને ત્યારે છીંક આવે તો તેને અશુભ મનાય છે. સુતા પહેલા આવેલી છીંક, ભોજન પહેલા આવેલી છીંક અશુભ મનાય છે.
ગાયની છીંક
જો તમે કોઈ શુભ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છો તે સમયે ગાય છીંકે તો તેને અશુભ માનવામાં આવે છે.
પહેલા પ્રહરમાં આવેલી છીંક
પહેલા પ્રહરમાં આવેલી છીંક ઉત્તર તરફની હોય તો શત્રુભય અને પશ્ચિમ તરફની હોય તો દૂર ગમન કરાવે છે. બીજી દિશાઓની છીંક સારા ફળ આપે છે.
બીજા પ્રહરમાં આવેલી છીંક
બીજા પ્રહરની છીંક ઈશાન કોણમાં વિનાશની, દક્ષિણમાં મૃત્યુના ભયની, ઉત્તરમાં શત્રુ સંગતિ તરફ ઈશારો કરે છે. બીજી દિશા અને ખુણામાં તે શુભ ફળ આપનારી ગણાય છે.
ત્રીજા પ્રહરમાં આવેલી છીંક
ત્રીજા પ્રહરમાં આવેલી ઈશાનકોણની વ્યાધિ, દક્ષિણની વિનાશ અને પશ્વિમની કલેશનું સૂચન કરે છે. બીજી દિશા અને ખુણાઓ ઉત્તમ ફળ આપે છે.
ચોથા પ્રહરમાં આવેલી છીંક
પૂર્વ દિશામાં અને અગ્નિકોણમાં અગ્નિભય, દક્ષિણમાં કલેશ, પશ્વિમમાં ચોરી, વાયવ્યમાં દૂરના પ્રવાસનું સૂચન કરે છે. બીજી દિશા અને ખૂણાની છીંક સારા ફળનું સૂચન કરે છે. રાત્રિના પ્રહરોનું પણ આ રીતે જ વિભાજન કરાયું છે.