વિડિયો વાયરલ થતાં 150 અજાણ્યા લોકો સામે આચારસંહિતાના ભંગ હેઠળ કેસ નોંધ્યો
ખાસ-ખબર સંવાદદાતા
યુપીમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન ભાજપના એક નેતાએ વિવાદી નિવેદન કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રયાગરાજમાં પૂર્વ ધારાસભ્યએ પક્ષના ઉમેદવારને જીતાડવા માટે રમખાણો પર કરાવી દેવાની વાત કરી.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં બે તબક્કામાં મતદાન પુરું થઇ ગયું. ત્રીજા તબક્કાની વોટિંગ માટે તમામ પક્ષના નેતાઓ એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. અનેક પ્રકારના દાવા, આરોપ-પ્રતિઆરોપ કરવામાં આવી રહ્યા છે. ઘણા નેતા વિવાદી નિવેદનો આપતા પણ ખચકાઇ રહ્યા નથઈ. ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય રામસેવક પટેલના ભાષણથી બબાલ થઇ ગઇ છે.
પ્રયાગરાજમાં 27 ફેબ્રુઆરીએ થનારા મતદાન પહેલાં રામસેવક પટેલે પક્ષના ઉમેદવારને જીતાડવા માટે એક રેલીમાં કાર્યકર્તાઓને કોઇ પણ હદે જવાની સલાહ આપી હતી. હવે વીડિયો વાયરલ થતાં પોલીસે રામસેવક સહિત 150 અજાણ્યા લોકો સામે આચારસંહિતાના ભંગ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. રામસેવક પટેલ સપા છોડી ભાજપમાં જોડાયા છે. તેમના પણ મંચ પર લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. પરંતુ વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. આ વીડિયો માંડાના નરવઠા ચોકઠા ગામમાં થયેલી સભાનો હોવાનું કહેવાય છે.
- Advertisement -
જો કે હજુ સુધી રામસવકે આ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. તેમજ જે ઉમેદવાર માટેની આ સભા હતી. તે નીલમ કરવરિયાએ પણ કોઇ જવાબ આપ્યો નથી.