ડી.એચ. કોલેજનાં ગ્રાઉન્ડમાં હજારો બહેનો કરે છે શક્તિની આરાધના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવલા નોરતાના દિવસો જેમ જેમ પસાર થઇ રહ્યા છે તેમ તેમ નવરાત્રીનો રંગ ઘૂંટાઈ રહ્યો છે. યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ.કોલેજનાં મેદાનમાં સરગમ લેડીઝ કલબ દ્વારા આયોજિત ગોપી રાસોત્સવમાં બહેનોની સંખ્યાએ આ વખતે પાછલા બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વખતે હજારો બહેનો માતાજીની આરાધના કરીને ગરબા રમે છે અને તેમને ગરબા રમતા જોઇને શહેરીજનો અચંબામાં પડી જાય છે.
આ ગોપી રાસોત્સવમાં રોજ 25 જેટલી બહેનોને લાખેણા ઇનામો આપવામાં આવે છે. આ રાસોત્સવને માણવા માટે રોજ જુદા જુદા ક્ષેત્રનાં મહાનુભાવો ઉપસ્થિત રહે છે અને આયોજનને વખાણે છે. બધા મહાનુભાવોએ સરગમ લેડીઝ કલબની બહેનોને અભિનંદન આપ્યા છે.
આ રાસોત્સવને માણવા માટે સ્મીતભાઈ પટેલ, ડો. રાજેષભાઈ પટેલ (અમેરીકા), ઉષાબેન (અમેરીકા), પ્રતાપભાઈ પટેલ, ડો. રાજેષભાઈ તેલી, રાજેન્દ્ર્ભઇ મહેતા, મનસુખભાઇ ધંધુકિયા, રાકેશભાઈ દેશાઈ, રમાબેન માવાણી, ડો. એમ.બી. વેકરીયા, અશોકભાઇ જોશી, જગદીશભાઇ બોઘરા, મિતેનભાઇ મહેતા, નિકુંજભાઈ ધોળકિયા, દિલીપભાઇ શેઠ, કેતનભાઈ બુસા, સીતેષભાઈ ત્રાંબડીયા, ડીમ્પલબેન કનેરીયા, સ્મિતાબેન ત્રાંબડિયા, ઘનશ્યામભાઈ પરસાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આઠમું નોરતું તા.10/10/24 નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. ભાનુબેન બાબરીયા, ડીઓ. દર્શિતાબેન શાહ, નયનાબેન પેઢડીયા, ડી.પી. દેસાઈ, પ્રભવ જોષી, બ્રિજેશ ઝા, અશોક યાદવ, મહેન્દ્ર બગરીયા, સજ્જનસિંહ પરમાર, જગદીશ બાંગરવા, ડી ઓ. પાર્થરાજસિંહ ગોહિલ , જ્યપાલસિંહ ઝાલા , પ્રીતિ શર્મા, સિંહ એઇ. ચક્રવતી, મદનમોહનસિંગ, રામસિંગ શેખાવત, જયંતકુમાર, અશ્વિનીકુમાર, બી.બી. બસિયા પી.બી. જાડેજા, પુજા યાદવ, નિશા ચૌધરી, ચાંદની પરમાર. નવનાથ ગોયલે, રાજશ્રી વડવાણી, વી.પી. જાડેજા, હિતેશ દિહોરા, બી.એમ.પટેલ, વિમલ ચક્રવતી, સિધ્ધાર્થ જાની, અંજલીબેન રૂપાણી, ગાયત્રીબા વાઘેલા, કાશ્મીરાબેન નથવાણી, ભાવનાબેન જોશીપુરા, શીલાબેન ચાંદરાણી, રમાબેન માવાણી, બીનાબેન આચાર્ય, શિલ્પાબેન પૂજારા, કિર્તીબેન પોપટ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
- Advertisement -
આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ પરિવારના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ ઉકાણી, કેતનભાઈ મીરાણી, રશ્મિભાઈ મહેતા, દિનેશભાઇ ગજેરા, વલ્લભભાઈ ગોંડલિયા, શૈલેષભાઈ શેઠ, ઉપરાંત લેડિઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, નિશાબેન વાઘેલા, જાનવીબેન પાઠક, દર્શનાબેન ભંડેરી, હર્ષાબેન ક્થ્રેચા, રેખાબેન રાઠોડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.