બાયો સાયન્સ ભવનની આસપાસ દીપડો દેખાયાની શંકા : મિયાં વાંકી જંગલમાં દીપડો દેખાયો હોવાની આશંકા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં દીપડાની દહેશત યથાવત રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિ.માં સવાર અને સાંજે જોગિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બાયો સાયન્સ ભવનની આસપાસ દીપડો દેખાયાની શંકા છે. જેમાં મિયાં વાંકી જંગલમાં દીપડો દેખાયો હોવાની આશંકાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વન વિભાગે અલગ અલગ 3 સ્થળે પાંજરા મૂક્યા છે. શહેરમાં દીપડાની દહેશતને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહેલી સવારે અને સાંજે જોગિંગ ઉપર પ્રતિબંધ છે. જેમાં બાયો સાયન્સ ભવનની આસપાસ અને મિયાં વાંકી જંગલમાં દીપડો દેખાયો હોવાની આશંકા છે. 13 દિવસથી દીપડો હજુ પકડાયો નથી. તેથી વન વિભાગે 3 સ્થળે પાંજરા મુકી તેને ઝડપવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ રાજકોટ શહેર અને જિલ્લામાં દિપડો દેખાતા વન વિભાગ દ્વારા ઓફિસિયલ પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી. રાજકોટ નાયબ વન સંરક્ષણ અધિકારીની કચેરી દ્વારા લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. વન વિભાગ દ્વારા અલગ અલગ પાંજરાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને અલગ અલગ ત્રણ જગ્યા ઉપર પાંજરા મૂકવામાં આવ્યા છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા દિવસે અને રાત્રે અલગ અલગ છ ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખોટી અફવાઓ ન ફેલાવવા અને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. વાગુદડ, મુંજકા, યુનિવર્સિટી, કણકોટ- કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં દીપડાના ફૂડ પ્રિન્ટ જોવા મળ્યા છે. દીપડાને પાંજરે પુરવા માટે રાઉન્ડ ક્લોક વન વિભાગના અધિકારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે.