પાલિકા તંત્રની બેદરકારીના પગલે દીપડાને પાંજરે પુરવામાં પરેશાની, વન વિભાગ દ્વારા પાંજરા મુકાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
વેરાવળ શહેરના અતિ પછાત અને ગીચ એવા મફતીયાપરા વિસ્તારમાં દીપડો આવી ચડતા લોકોમાં દહેશતનો માહોલ છવાયો છે. છેલ્લા બે દિવસથી દીપડાએ દેખા દેતા લોકો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. તો બીજી તરફ વન વિભાગ દ્વારા પણ આ દિપળાને પાંજરે પુરવા માટે રાત દિવસ જહેમત ઉઠાવવામાં આવી રહી છે.પરંતુ પાલિકા તંત્ર ની બેદરકારી ના પગલે ગંદકી ના ગંજ માં ઊગી નીકળેલ ઘાસ ના કારણે દીપડા ને ટ્રેકિંગ કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે.
વેરાવળ શહેરના રીંગરોડ ઉપર આવેલ અતિ ગીચ અને પછાત વિસ્તાર મફતિયાપરામાં છેલ્લા બે દિવસથી દીપડો દેખા દેતો હોય તેવી ફરિયાદ ઉઠી છે જેના પગલે આ વિસ્તારના સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પણ રહેણાંક વિસ્તારમાં દીપડો હોવાના કારણે ચિંતિત છે. અને આ દીપડાને પાંજરે પુરવા માટે છેલ્લા બે દિવસથી કવાયત કરી રહી છે પરંતુ આ વિસ્તારમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારીના પગલે ગંદા પાણીનું મોટું તળાવ આવેલું હોય અને આ તળાવમાં મસ મોટું ઘાસ ઊગી નીકળું હોય જેમાં આ દીપડો લપાઈ જતો હોવાનું વન વિભાગનું અનુમાન છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ગંદકીનાગંજ અને ઘાસને મશીનરી મારફતે વહેલી તકે દૂર કરવામાં આવે તો આ વિસ્તારમાં દીપડાની દેહેશત માંથી લોકોને મુક્તિ મળે અને દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સરળતા રહે તેમ છે.