ખડીયાથી ચોરવાડી વચ્ચેના રોડની ઘટના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
ચોમાસાની શરૂઆતના પગલે જંગલ વિસ્તાર છોડીને સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓને રેવન્યુ વિસ્તારમાં અવરજવર વધે છે ત્યારે જૂનાગઢ નજીક એક દીપડો અજાણ્યા વાહને ઠોકરે માથાના ભાગે ઇજા થવાથી બેભાન થઈ ગયો હતો પરંતુ ભાનમાં આવતા જંગલ તરફ જતો રહ્યો હતો.
- Advertisement -
આરએફઓ અરવિંદ ભાલીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ તાલુકાના ખડીયા, ચોરવાડી ગામની વચ્ચે રોડ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહનના ચાલકે દીપડાને હડફેટમાં આવી ગયો હતો. જેની જાણ થતાની સાથે વન વિભાગનો સ્થળ પર પહોંચ્યો હતો. પરંતુ દીપડો જંગલ વિસ્તાર તરફ જતો રહ્યો હતો. સ્થળ પર દીપડાના લોહીના ડાઘ જોવા મળ્યા ન હતા. પૂરપાટ ઝડપે આવેલા વાહને દીપડાને હડફેટે લેતા માથાના ભાગે આંતરિક ઇજા પહોંચી હતી અને બેભાન થઈ ગયો હતો. પરંતુ ભાનમાં આવતાની સાથે જ દીપડો ઊભો થઈ રોડ પરથી જંગલ તરફ જતો રહ્યો હતો. દીપડાને ઠોકર લગાવી ઇજા પહોંચાડી નાસી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



