જૂનાગઢ શહેરમાં વધુ એકવાર વન્ય પ્રાણી ઘુસી આવ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અગાઉ પણ અનેકવાર સિંહ – દીપડા આંટાફેરા મારતા હોઈ તેવા દર્શ્યો સામે આવ્યા છે. ત્યારે વધુ એક શહેરના પ્રણામી નગર – 2 સોસાયટીમાં રાત્રીના સમયે દીપડો ઘુસી આવતા સ્થાનિક લોકોમાં ભય અને ફફડાટ ફેલાયો હતો. શહેરની સોસાયટીમાં દીપડો આંટાફેરા મારતો હોઈ તેવા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. દીપડો આવ્યાની જાણ સ્થાનિકોમાં થતા એકબીજાને જાણ કરીને તાત્કાલિક ચેતવણી આપી હતી. અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. અને આ દીપડાને પાંજરે પુરવા માંગ કરી હતી. રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.
Follow US
Find US on Social Medias



