ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મહાનગરમાં અનેક વિસ્તાર અતિ સાંકડો તેમજ ગીચ જોવા મળે છે જેમાં ઉપર કોટ જેવા ઐતીહાસિક સ્થળોની મુલાકાતે અસંખ્ય પ્રવાસીઓ મુલાકાતે આવતા હોઈ ત્યારે તેઓને ભોગોલીક પરીસ્થીતીના અજ્ઞાન ને લીધે ટ્રાફિક વાળા ગીચ વિસ્તારમાં આવી જતા હોઈ છે ત્યારે તેઓની મુશ્કેલીમા કેટલાક માથાભારે રિક્ષા ચાલકો જેતે વિસ્તારોમાં ઝડપથી પેસેન્જર લેવા મૂકવાની લ્હાયમાં અન્ય પ્રવાસી ઓની મુશ્કેલીમા વધારો કરતા હોય છે. જે અયોગ્ય બાબત હોઈ જેના ઉદાહરણ રૂપે આજ રોજ ઉપરકોટ પાસે આવેલ મોટી શાક માર્કેટ પાસે બે માથાભારે રિક્ષા ચાલકો ગીચ વિસ્તારમાં આમને સામને આવી ગયેલ અને બંને માંથી એક પણ આગળ પાછળ જવા તૈયાર ના હોઈ જેથી અન્ય વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામેલ અને થોડી વારમાં આ સાંકડા રસ્તા પર ટ્રાફિક જામ ના દ્ર્શ્યો જોવા મળેલ અને બને રીક્ષા ચાલકો એ પોતાની રિક્ષા બંધ કરી બેસી લોકો ને ઘણા સમય સુધી બાનમાં લીધેલ જેથી આ અંગે યોગ્ય કરી જેતે રિક્ષા ચાલકો સામે ટ્રાફિકને બાનમાં લેવા બાબત નો ગુન્હો નોંધી તેમની પાસે ગાડીના સંપૂર્ણ કાગળો ફૂલ વીમો આર સી બુક પા વગેરે છે કેમ તેની સત્યતા તપાસી જો ના હોઈ તો પેસેન્જર ના જાન જોખમમા મુકી ગેરકાયદે વહન કરવાનો ગુન્હો નોંધી વાહન જપ્ત કરવામાં આવે તેવી જાગૃત નાગરિક સોહેલ સિદ્દીકી દ્વારા રજૂઆત પોલીસમાં કરવામાં આવી છે.
જૂનાગઢ ટ્રાફિકને બાનમાં લેતા માથાભારે રિક્ષા ચાલકો સામે કાનૂની કાર્યવાહી કરવા પોલીસમાં રાવ
