મોટાભાગે બંધ હાલતમાં રહેતા પાણીના ATMમાં પાલિકાએ લાખો રૂપિયા વેડફ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
રાજ્ય સરકારની ગ્રાન્ટને ક્યાં બંધ બેસાડવી તેના માટે પ્રયત્નો કરતા ધ્રાંગધ્રા નગરપાલિકાના સ્થાનિક તંત્રનો ભ્રષ્ટાચાર રૂપી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગત બે વર્ષ પૂર્વે ધ્રાંગધ્રા શહેરના પાંચેક સ્થળો પર પીવાના પાણી માટે એ.ટી.એમ મશીન લગાવાયા હતા જેમાં લોકોને શુધ્ધ અને સસ્તું પાણી મળી રહે તે માટે એક રૂપિયામાં એક લીટર અને પાંચ રૂપિયામાં વિશ લીટર ફિલ્ટર પાણી આપવાનો હેતુ હતો પરંતુ આ પીવાના પાણી માટેના એ.ટી.એમ વર્તમાન સ્થિતિમાં માત્ર એક ડબલું બનીને રહી ગયા છે. કારણ કે જ્યારે એ.ટી.એમ નાખવામાં આવતા તેના છ મહિનાની અંદર જ વારંવાર બંધ જુજવા મળતા હતા જોકે અત્યારે પણ શહેરના પાંચ સ્થળોએ નાખવામાં આવેલ પાણીના એ.ટી.એમમાં એકાદ બે તો બંધ હાલત જ હોય છે આ સાથે પીવાના પાણી માટે નાખવામાં આવેલ એ.ટી.એમ મશીનમાં એલ.ઇ.ડી સ્ક્રીન પણ મૂકવામાં આવી હતી જે એલ.ઇ.ડી સ્ક્રીન એકપણ પાણીના એ.ટી.એમમાં નજરે નથી પડતી.
- Advertisement -
એટલે કે પાણીના વોટર કૂલર એ.ટી.એમ મશીન તો ક્ધડમ થઈ ગયા પણ સાથે અંદર રહેલી એલ.ઇ.ડી સ્ક્રીન પણ ગાયબ થઈ ચૂકી છે. તે સમયે લગભગ પચીસ લાખના ખર્ચે કુલ પાચ મશીન વસાવ્યા હતા જે નગરપાલિકાના પચીસ લાખ તો પાણીમાં ગયા અને બે વર્ષમાં સાળસંભાળ રાખવાના આભાવે પીવાના પાણીના મશીનો પણ ભંગાર થઈ ચૂક્યા છે આ તરફ નગરપાલિકા ખાતે પણ આ પ્રકારનું એક પીવાના પાણી માટેનું મશીન મૂકવામાં આવ્યું હતું જેમાં મોટાભાગે મશીન બંધ હોવાથી નગરપાલિકા દરરોજ દશથી વધુ પાણીના જગ મંગાવી તેમાં પણ કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પ્રકારે માત્ર બે વર્ષમાં જ લાખ્ખો રૂપિયા વડે વસાવેલા પીવાના પાણી માટેના મશીનો હવે માત્ર કોડીના ભાવે થઈ ચૂક્યા છે.



