ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ બેન્કિંગ સેક્ટરમાં રહેલી કારકિર્દી વિશેની તકો વિષય પર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ ડો.ચેતન ત્રિવેદીનાં માર્ગદર્શન તળે સેમિનાર ઓનલાઇન મોડથી યુનિ.નાં છાત્રો અને કોમર્સ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઈચ્છુક યુવા વિદ્યાર્થીઓને જોડીને યોજવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમમાં વ્યાખ્યાન નિષ્ણાંત દિપાલી દસાણી જેવો બિઝનેસ એસોસિએટ તરીકે ન્યૂયોર્ક અમેરિકામાં ફરજ બજાવી રહ્યા છે, તેણીએ ઓનલાઇન મોડથી ઉપસ્થિત રહી, કારકિર્દી ઘડવા ઈચ્છુક વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે કોમર્સ અને મેનેજમેન્ટ ક્ષેત્ર ઉજળી કારકિર્દી ધરાવતુ ફલક છે. સુશ્રી દાસાણીને બેન્કિંગ સેક્ટરમાં સેવાનો ભારતમાં દસ વર્ષનો બહોળો અનૂભવ રહ્યો છે. સુશ્રી દિપાલી દાસાણીએ બેન્કિંગ સેક્ટરમાં રહેલા વિવિધ કારકિર્દીલક્ષી અભ્યાસક્રમો, બેન્કિંગ સેવામા ભરતી પ્રક્રિયા સંલગ્ન સંસ્થાઓ જેવી કે આઈ.બી.પી.એસ., નાબાર્ડ બેંક, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, એસ.આઇ.ડી.બી.આઇ., વગેરે દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષેની વિસ્તૃત માહિતી આપી હતી.. તેમજ અલગ અલગ બેંકની પરીક્ષામાં અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિઓ અને યોગ્ય સમયે યોગ્ય જવાબ અંગે જુદા જુદા પ્રકારની ટેકનીકો બતાવવામાં આવી હતી . સુશ્રી દિપાલી દાસાણીએ તેમના બેંકિંગ સેવાક્ષેત્રના અનુભવો શેર કર્યા હતા. બેન્કિંગ સેક્ટરમાં ભરતી થવા ઇચ્છુક યુવા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ર્નોનું સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. કોમર્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રો. ભાવસિંહ ડોડીયાએ સાંપ્રત સમયમાં કોમર્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રમા ઉજ્જવળ કારકિર્દી માટે યુવાનોને મળતી તકો અને કોમર્સ ક્ષેત્રે ઉજળા ભાવી વિશે જાણકારી આપી હતી.