ભારતીય ટેલિવિઝન પર એક પરિચિત ચહેરો નૂપુર અલંકારે આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે. તેણીએ તેણીની અભિનય કારકિર્દી, લગ્ન અને દુન્યવી સુખો પાછળ છોડી દીધી. હવે હિમાલયમાં પીતામ્બર મા તરીકે રહે છે, તે ભિક્ષા અને ધ્યાન પર જીવે છે. આ પરિવર્તન વ્યક્તિગત કરૂણાંતિકાઓ અને નાણાકીય આંચકોને અનુસરે છે.
ટીવી અભિનેત્રી નુપુર અલંકારે મોહ-માયા છોડીને સંન્યાસ લઈ લીધો છે. તેણે એ અંગે જણાવ્યું કે તેના જીવનમાં એવું તો શું બન્યું કે જેના કારણે તેમનો સાંસારિક જીવનથી મોહ ભંગ થઈ ગયો. નુપુર આશ્રમમાં રહે છે. પોતાની આધ્યાત્મિક યાત્રા દરમિયાન તેણે ભીખ માગી, ગુફાઓમાં રહી જ્યાં તેને ઉંદરો પણ કરડ્યા. તેણે કહ્યું કે ખૂબ જ ઓછા પૈસામાં જીવન ગુજારો થઈ જાય છે અને બધી ચિંતાઓ દૂર થઈ જાય છે.
- Advertisement -
માતા અને બહેનનું મોત જોયું
એક ઈન્ટરવ્યૂમાં નુપુરે કહ્યું કે, મારા જીવનમાં જે કંઈ પણ ઘટના ઘટી તેની માહિતી તમને ગૂગલ પર મળી જશે. તે બધું પીએમસી બેંક સ્કેમથી શરૂ થયું, જ્યારે જીવનની કઠોર વાસ્તવિકતાનો સામનો થયો. સ્કેમ પછી મારી માતા બીમાર પડી ગઈ. તેમની સારવારમાં આર્થિક મુશ્કેલીઓ આવી રહી હતી. મારી માતા અને મારી બહેનના મૃત્યુ પછી હું તે સહન ન કરી શકી. હું આ સાંસારિક જીવન જીવવા નહોતી માગતી, તેથી મેં મારી સાથે સંકળાયેલા લોકો પાસેથી મંજૂરી લીધી. તેઓ ન ઈચ્છા ન હોવા છતાં સંમત થયા, અને પછી મેં આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવી લીધો.
10-15 હજારમાં જીવનનો ગુજારો થઈ જાય છે
- Advertisement -
નુપુરે જણાવ્યું કે, આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યા પછી વસ્તુઓ સરળ બની ગઈ. જ્યારે હું સાંસારિક દુનિયાથી દૂર ગઈ ત્યારે વસ્તુઓ સરળ થઈ ગઈ. પહેલા બિલ, લાઈફસ્ટાઈલનો ખર્ચ, ડાયટ મેન્ટેઈન કરવું પડતું હતું. અલગ રહીને હું મહિને 10 થી 15 હજાર રૂપિયામાં મેનેજ કરી લેતી હતી. અહીં ભીખ માંગવાની પણ પરંપરા છે, જેને ભિક્ષાટન કહેવામાં આવે છે. હું વર્ષમાં કેટલીક વાર ભીખ માગું છું. ભીખ માગ્યા પછી હું ભગવાન અને મારા ગુરુને પણ આપુ છું. આનાથી અહંકાર દૂર થાય છે. હું ચારથી પાંચ જોડી કપડાંમાં રહું છું. આશ્રમમાં આવતા લોકો કંઈક આપે છે, ક્યારેક કપડાં પણ આપી જાય છે તે પૂરતું છે. હું ગુફાઓમાં રહી છું અને ત્યાં મને ઉંદરો પણ કરડ્યા છે.
આ હતો PMC કેસ
નુપુર અલંકાર 2019માં PMC બેંક સ્કેમનો ભોગ બની હતી. તેના તમામ ખાતા ફ્રીઝ થઈ ગયા હતા, અને તેને તેના ઘરેણાં વેચવા પડ્યા હતા. તેણે ઘણા લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા. નુપુર ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’ અને ‘ઘર કી લક્ષ્મી બેટિયા’ જેવી સિરિયલોમાં નજર આવી ચૂકી છે. 2022માં તેણે માત્ર મનોરંજન ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ સાંસારિક મોહ-માયા પણ ત્યાગી દીધી હતી.




 
                                 
                              
        

 
         
         
        