જૂનાગઢમાં 108નાં કર્મચારીઓએ દિવાળીની ઉજવણી કરી
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં 108નાં તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. તેમજ કર્મચારીઓને દિવાળીની ઉજવણી કરી હતી.ક દિવાળીનાં તહેવારને લઇ 108નાં કર્મચારીઓ સજજ બન્યાં છે. જૂનાગઢ જિલ્લામાં 108ની 15 એમ્બ્યુલન્સ છે. જેમાં 60 જેટલા કાર્મચારીઓ કાર્યરત છે.જૂનાગઢ જિલ્લામાં દિવાળી,નૂતનવર્ષ,ભાઇબીજનાં મહાપર્વને ધ્યાને રાખી 108નાં તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. તેમજ જૂનાગઢ જિલ્લાનાં 108નાં કર્મચારીઓએ દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે 108નાં અધિકારી દિનેશભાઇ ઉપાધ્યાય,સંજયભાઇ ડોલર સહિતનાં હાજર રહ્યાં છે. તહેવારોમાં લોકોની આરોગ્ય સુવિધાને પહોંચ વળવા સજ્જન બન્યાં છે.