જમ્મૂ – કશ્મીર મામલાને લઈને પાકિસ્તાને UNમાં ભારત પર વાર કર્યો હતો, જેનો ભારતે હવે જડબાતોડ જવાબ આપ્યો છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કશ્મીર મુદ્દાને ઉઠાવવાની સાથે જ ભારત વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા. હવે ભારતે પણ પાકિસ્તાનને આનો જવાબ આપ્યો છે. ભારતે UNમાં પોતાના સંબોધનમાં આતંકવાદને લઈને પાકિસ્તાન પર આરોપો લગાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ Mijito Vinitoએ કહ્યું કે શાંતિ અને સુરક્ષા ત્યારે જ થશે જ્યારે સીમા પાર આતંકનો અંત આવે.
- Advertisement -
પોતાના જવાબમાંMijito Vinitoએ ભારત વિરુદ્ધના ખોટા આરોપો અગાવતા પહેલા પાકિસ્તાને આત્મનિરીક્ષણ કરવાની યાદ અપાવી. તેમણે કહ્યું કે જમ્મૂ- કશ્મીર પર દાવો કરવાને બદલે, ઇસ્લામાબાદે ‘સીમા પાર આતંકવાદ’ ને અટકાવવો જોઈએ.
#WATCH | "…Desire for peace, security in Indian subcontinent real, can be realized. That'll happen when cross-border terrorism ceases, govts come clean with int'l community&their people, minorities aren't persecuted", Mijito Vinito, First Secy, India Mission to UN #UNGA pic.twitter.com/NZWKjrjiwh
— ANI (@ANI) September 24, 2022
- Advertisement -
પોતાના દેશના કુકર્મોને છુપાવવા માટે ખોટા આરોપો
તેઓએ આગળ કહ્યું કે જ્યારે અલ્પસંખ્યક સમુદાયની હજારો સંખ્યામાં યુવા મહિલાઓનું એસઓપીનાં રૂપમાં અપહરણ કરવામાં આવે છે, તો આપણે આ બાબતે શું નિષ્કર્ષ કાઢવો જોઈએ? તેમણે પાકિસ્તાનનાં બધા નિવેદનોને ખોટા હોવાનો કરાર આપી દીધો. પીએમ શહબાઝનાં નિવેદનોને ખેદજનક જણાવતા તેમણે પોતાના જ દેશમાં કુકર્મોને છુપાવવા માટે આવા ખોટા આરોપો લગાવતા હોવાની વાત કરી.
પાકિસ્તાને જમ્મૂ – કશ્મીર મામલાને લઈને UNમાં ભારત પર કર્યો હતો વાર
UNનાં સત્રને સંબોધિત કરતા શહબાઝ શરીફે કહ્યું હતું કે જમ્મૂ – કશ્મીરનાં વિશેષ દરજ્જાને બદલવા માટે 5 ઓગસ્ટ 2019નાં રોજ ભારતનાં ‘ગેરકાનૂની અને એકતરફા’ પગલાએ શાંતિની સંભાવનાઓને નબળી પાડી છે અને ક્ષેત્રીય તણાવને ભડકાવ્યો છે. જ્યારે આ નિવેદનનાં જવાબમાં પોતાના અધિકારનો ઉપયોગ કરીને ભારતે જોરદાર પલટવાર કર્યો છે.