બદામ વિટામીન E, ડાયેટરી ફાઈબર, ઓમેગા 3 ફેટી એસિડ, ઓમેગા 6 ફેટી એસિડ અને પ્રોટીન જેવા વિવિધ પોષક તત્વોથી સમૃદ્ધ છે. સમૃદ્ધ પોષક તત્વોને કારણે બદામને એક સુપરફૂડ માનવામાં આવે છે.
- બ્લડપ્રેશર માટે લાભદાયી
- વજન ઘટાડશે
- ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીમાં પણ લાભકારી
આપણા વડીલોને આપણે કહેતા સાંભળ્યા છે કે દરરોજ સવારે નરણા કોઠે પલાળેલી બદામ ખાવી જોઇએ. હવે જ્યારે મોટેરાઓ કહેતા હોય તો તે વાતમાં કંઇક તો દમ હોવાનો જ.
પલાળેલી બદામ નરમ અને પચવામાં સરળ હોય છે, જે ફરીથી પોષક તત્વોને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે. બદામને પાંચથી છ કલાક પલાળીને રાખવાનું પૂરતું છે પરંતુ ઘણા લોકો તેને આખી રાત પલાળી રાખવાનું પસંદ કરે છે, જે પણ ઠીક છે.
- Advertisement -
પલાળેલી અને કાચી બદામ વચ્ચે પસંદગી કરવી એ માત્ર સ્વાદની બાબત નથી, પરંતુ આરોગ્યપ્રદ વિકલ્પ પસંદ કરવાનો છે. પલાળેલી બદામ વધુ સારી છે કારણ કે બદામની છાલમાં ટેનીન હોય છે, જે પોષક તત્વોના શોષણને અટકાવે છે. બદામને પલાળી રાખવાથી છાલ ઉતારવામાં સરળતા રહે છે, જે બદામમાંથી તમામ પોષક તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે.
પલાળેલી બદામનું નિયમિત સેવન કરવાંથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે તો સાથે જ તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી પણ દૂર રાખે છે. ત્યારે મિનરલ, વિટામિન, ઝિંક કેલ્શિયમથી ભરપુર આ બદામ શરીર માટે કેટલી લાભકારી છે જોઇએ.
- Advertisement -
હાઈ બ્લડપ્રેશરને કરે છે નિયંત્રિત
પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. બદામ ખાવાથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલની માત્રા વધી જાય છે તેથી આ બીપીને બનાવી રાખે છે.
કોલેસ્ટ્રોલ પર રાખે છે નિયંત્રણ
બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દેશમાં દિવસે દિવસે વધી રહી છે. જેને હાર્ટની બીમારીઓ અને બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ જેવા અનેક રોગોનું એક મોટું કારણ માનવામાં આવે છે. જો કે પલાળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી દે છે.
વજન ઘટાડશે
આજના સમયમાં લોકો માટે વધતું વજન પણ ખૂબ મોટી સમસ્યા છે. આવામાં બદામને પાણીમાં પલાળીને ખાધા પછી વજન ઘટાડી શકાય છે. કારણ કે તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે. જે તમારી ભૂખને ઓછી કરે છે. ભૂખ ઓછી લાગવાથી તમે ખાશો પણ ઓછું, અને તેના કારણે તમારું વજન પણ કાબૂમાં રહેશે.
હાર્ટને રાખશે હેલ્ધી
રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી હ્રદય પણ સ્વસ્થ રહે છે. જનરલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટની વાત માનીએ તો બદામ એંટીઓક્સિંડેટ એજંટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સિકરણને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આવા સંજોગોમાં તે દિલની બીમારીઓને પણ દૂર રાખે છે.
ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીમાં પણ લાભકારી
ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે મોટી સંખ્યામાં લોકો ઝઝૂમી રહ્યા છે. જો તમે રોજ રાત્રે બદામને પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાશો તો શુગર લેવલ વધવાથી રોકી શકાય છે.