રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક વખત ફરી ભારતીય પીએમ નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા છે. રશિયામાં આયોજીત 8માં ઈન્સ્ટર્ન મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામથી સીખવું જોઈએ. તે તેને પ્રમોટ કરી પોતાના દેશ માટે સારૂ કરી રહ્યા છે.
પુતિને કહ્યું કે ભારત પહેલા જ PM મોદીના નેતૃત્વમાં પોતાની નીતિઓના માધ્યમથી ઉદાહરણ સ્થાપિત કરી ચુક્યા છે. યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કર્યા બાદ રશિયા પર પશ્ચિમી દેશોએ ઘણા પ્રતિબંધ લગાવ્યા છે. આજ કારણ છે કે રશિયાની અર્થવ્યવસ્થા આ સમયે ચરમ બરાબર નથી. એવામાં વ્લાદિમીર પુતિન ઉદ્યોગ જગતને પીએમ મોદીની જેમ દેશને આત્મનિર્ભર બનવાની સીખ આપી રહ્યા છે.
- Advertisement -
શું કહ્યું પુતિને?
વ્લાદિમીર પુતિને કહ્યું, “તમે જાણો છો ત્યારે અમારી પાસે ઘરેલું સ્તર પર નિર્મિત કાર ન હતી. પરંતુ હવે અમારી પાસે છે. આ હકીકત છે કે તે મર્સિડીઝ કે ઓડી કારોની તુલનામાં વધારે મામુલી દેખાય છે. તેમને અમે 1990ના દશકમાં સૌથી મોટા પ્રમાણમાં ખરીદી હતી પરંતુ આ કોઈ મુદ્દો નથી.”
પુતિને આગળ કહ્યું “મને લાગે છે કે આપણે આપણા ઘણા સાથીદારોને ફોલો કરવા જોઈએ. ઉદાહરણ તરીકે ભારત, ભારત તે ભારતીય નિર્મિત વાહનોનું નિર્માણ અને ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મને લાગે છે કે પ્રધાનમંત્રી મોદી મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન આપવામાં સારૂ કામ કરી રહ્યા છે. ”
પુતિને કહ્યું કે રશિયામાં નિર્મિત ઓટોમોબાઈલનો ઉપયોગ કરવો બિલકુલ યોગ્ય છે. રશિયાના રાષ્ટ્રપતિના કાર્યાલય ક્રેમલિનની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલા સંવાદની ટ્રાન્સક્રિપ્ટમાં કહેવામાં આવ્યું, “અમારી પાસે રશિયામાં નિર્મિત ઓટોમોબાઈલ છે અને આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ બિલકુલ ઠીક છે. આમ કરવાથી ડબ્લ્યૂટીઓ દાયિત્વોનું કોઈ ઉલ્લંઘન નહીં થાય. આ રાજ્યની ખરીદી સાથે સંબંધિત હશે.”
- Advertisement -
વ્લાદિમીર પુતિને આગળ કહ્યું, “આપણે તેના વિશે એક નિશ્ચિત સીરિઝ બનાવવી જોઈએ. વિવિધ વર્ગના અધિકારી કાર ચલાવી શકે છે જેથી તે ઘરેલુ સ્તર પર નિર્મિત કારોનો ઉપયોગ કરે. તમે કદાચ આ કારોની ખરીદી ચાલુ રાખવાના પ્રસ્તાવ વિશે જાણતા હશો. આમ કરવું સરળ હશે. કારણ કે લોજિસ્ટિક્સ સુવ્યવસ્થિત છે.”
ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં બોલતા વ્લાદિમીર પુતિને કહ્યું માન્યું કે ભારત-મિડલ ઈન્ટ-યુરોપ કોરિડોરથી આપણને ફાયદો થશે. “મારૂ માનવું છે કે આ પ્રોજેક્ટથી અમને લોજિસ્ટિક્સ વિકસિત કરવામાં જ મદદ મળશે. સૌથી પહેલા આ પ્રોજેર્ટ પર લાંબા સમયથી ઘણા વર્ષોથી ચર્ચા થઈ રહી છે. અમેરિકીઓએ અંતિમ ક્ષણમાં આ ટ્રેનમાં છલાંગ લગાવી છે પરંતુ તેમના માટે મને આ પરિયોજનાઓમાં શામેલ થવાનો કોઈ મતલબ નથી દેખાતો.”