ટીવીવાળો પ્લાન 300 રૂપિયા સસ્તો થયો
ખાસ-ખબર સંવાદદાતા
નેટફ્લિક્સ લવર્સને કંપનીએ ગજબની સરપ્રાઈઝ આપી છે. કંપનીએ ભારતમાં તમામ પ્લાનની કિંમત ઘટાડી છે. આ જાહેરાત કંપનીએ એવા ટાણે કરી જ્યારે એમેઝોન પ્રાઈમે તેના સબસ્ક્રિપ્શન પ્લાન મોંઘા કર્યા.
નેટફ્લિક્સના મંથલી પ્લાનમાં 50 રૂપિયાનો તો સૌથી વધારે ભાવ ઘટાડો બેઝિક પ્લાનમાં 300 રૂપિયાનો થયો છે. કંપનીએ નવા પ્લાન્સનું નામ ‘હેપ્પી ન્યૂ પ્રાઈઝ’ રાખ્યું છે. નવી કિંમતો આજથી જ અમલી બની છે. વેબસાઈટ પર તમામ પ્લાન નવી કિંમતો સાથે લિસ્ટેડ છે.
- Advertisement -
મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર અને લેપટોપમાં વિવિધ પ્લાન્સ પ્રમાણે એક્સેસ મળે છે. ડિવાઈસ એક્સેસની સાથે વીડિયો ક્વોલિટી અને રિઝોલ્યુશન પણ બદલાઈ જાય છે. બેઝિક અને મોબાઈલ પ્લાનસમાં 480 પિક્સલની ક્વોલિટી મળે છે. જ્યારે સ્ટાન્ડર્ડમાં 1080 પિક્સલની તો પ્રીમિયમમાં 4K+HDR વીડિયો ક્વોલિટી મળે છે.
આ પણ વાંચો: Amazon Primeનું સબ્સક્રિપ્શન થયું મોંઘુ, હવે કેટલા રૂપિયા તમારે આપવા પડશે વધારે
https://khaskhabarrajkot.com/2021/12/15/amazon-prime-subscription-is-expensive-now-how-much-more-you-have-to-pay/
એમેઝોન પ્રાઈમ અને ડિઝ્ની પ્લસ હોટસ્ટારને ટક્કર આપવા માટે નેટફ્લિક્સે તેના પ્લાનની કિંમત ઘટાડી છે. (મીડિયા પાર્ટનર્સ એશિયા)ના અનુમાન પ્રમાણે ગ્લોબલી નેટફ્લિક્સના સબસ્ક્રાઈબ યુઝર્સની સંખ્યા ઓછી છે. 2021ની પુર્ણાહુતિ સુધી નેટફ્લિક્સના 55 લાખ યુઝર થઈ શકે છે.
- Advertisement -
તેની સામે ડિઝ્ની પ્લસ હોટસ્ટારના યુઝરની સંખ્યા 4 કરોડ 50 લાખ અને એમેઝોન પ્રાઈમ યુઝરની સંખ્યા 2 કરોડ છે.
કયો પ્લાન કેટલો સસ્તો?
મંથલી 199 મંથલી 149
બેઝિક 499 બેઝિક 199
સ્ટાન્ડર્ડ 649 સ્ટાન્ડર્ડ 499
પ્રીમિયમ 799 પ્રીમિયમ 649