ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ગિરનારના વિકાસ માટે બે વર્ષ પહેલા મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. બે વર્ષ બાદ પણ હજુ 114 કરોડનો પ્રોજેકટ સરકારી ફાઇલોમાં ગોથા ખાઇ રહ્યો છે. ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો અને સાધુ-સંતો સરકારમાં રજૂઆત માટે દોડધામકરવી પડીરહી છે. વધુ એકવાર ગિરનારના વિકાસ માટે પ્રભારી મંત્રી, ગૃહમંત્રી, વનમંત્રી સહિતનાને રજૂઆત કરી હવે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવાના છે.
- Advertisement -
વિકાસ ઝંખતા ગિરીવર ગિરનારની સમસ્યાના હલ માટે સોરઠના અગ્રણી સંતો પુજ્ય મુકતાનંદજી બાપુ, શેરનાથજી બાપુ, ભારતી આશ્રમના હરીહરાનંદ ભારતીબાપુ , ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, મહાનગર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, ગિરનાર વિકાસ બોર્ડના પ્રદીપભાઈ ખીમાણી, શૈલેષભાઈ દવે, યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ પઢિયાર સહિતનાઓએ ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષભાઈ સંધવી, જૂનાગઢ પ્રભારી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને મળી રજુઆત કરી હતી, જેના પ્રત્યુતરમાં આગામી સમયમાં સુચવેલા કામો અંગે ઝડપથી સફળ કામગીરીની ખાત્રી આપી હતી.