અગ્રણી બેંકિંગ જૂથ HSBC (ધ હોંગકોંગ અને શાંઘાઈ બેંકિંગ કોર્પોરેશન લિમિટેડ) એ કહ્યું છે કે તે એપ્રિલથી યુકેમાં 114 શાખાઓ બંધ કરશે, કારણ કે કોવિડ પછી બેંક શાખાઓની મુલાકાત લેનારા ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બેંકે કહ્યું કે તે અસરગ્રસ્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો પ્રયાસ કરશે પરંતુ છતાં પણ લગભગ 100 થી વધુ લોકો તેમની નોકરી ગુમાવશે.
તાજેતરના વર્ષોમાં વિવિધ બેંકોએ તેમની સેંકડો શાખાઓ બંધ કરી દીધી છે કારણ કે હવે વધુ લોકો ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરે છે અને બેંકમાં ઓછા પ્રવાસો કરે છે. આવી સ્થિતિમાં હવે ધિરાણકર્તાઓ ખર્ચ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે શાખાઓ બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. HSBC એ જણાવ્યું હતું કે તે તેની બાકીની 327 UK શાખાઓને “અપડેટ અને સુધારણા” કરવાની પ્રક્રિયામાં કરોડો રૂપિયાનું રોકાણ કરશે.
- Advertisement -
યુકે ડિસ્ટ્રિબ્યુશનના HSBCના મેનેજિંગ ડિરેક્ટર જેકી ઉહીના જણાવ્યા અનુસાર, “લોકો તેમની બેંકિંગ કરવાની રીત બદલી રહ્યા છે અને ઘણી શાખાઓમાં ગ્રાહકોની સંખ્યા સર્વકાલીન નીચી છે, જેમાં પાછા ફરવાના કોઈ સંકેતો નથી.” આપણામાંના મોટાભાગના લોકો માટે રિમોટલી બેંકિંગ એટલે કે મોબાઈલ અથવા ઈન્ટરનેટ બેન્કિંગ સામાન્ય બની રહ્યું છે.