ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડાથી વંથલી કેશોદ ને જોડતા મધુવંતી નદીના બ્રિજનું રૂ. 4 કરોડ 31 લાખ ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે, આ પુલ છેલ્લા 75 વર્ષ પહેલાં બનાવવામાં આવેલ તે આજદિન સુધી ફરી બનાવવામાં આવેલ નથી તેમની ઉચ્ચ રજૂઆતના અંતે કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.
બ્રીજનું કામ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવેલ છે આ મધુવંતી નદીના બ્રિજના કામની જાતે મુલાકાત લેતા જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, તાલુકા પંચાયતના પ્રમુખ દીપકભાઈ મકવાણા ગ્રામ પંચાયતના સરપંચ જેડી ખાવડું , ઉપસરપંચ ચંદ્રેશભાઈ ખૂટ, યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી તાલુકા ભાજપના પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા ગ્રામ પંચાયતના સદસ્યો સહીત પુલની મુલાકાત લઇ કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને આ કામની કોલેટી જાળવવા કોન્ટ્રાક્ટર ને સૂચના આપવામાં આવેલ અને વહેલી અને વહેલી તકે કામ પૂરું કરવા રજૂઆત કરવામાં આવેલ.